બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / South Africa's former cricketers shocking statement about fitness

સ્પોર્ટ્સ / 'ભારત પણ આપણા કરતા વધારે...', સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટરનું ફીટનેસને લઇ ચોંકાવનારું નિવેદન

Kishor

Last Updated: 05:27 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાવુમાની ફિટનેસ પર સવાલ ઉઠાવતા ગિબ્સે વાહિયાત નિવેદન આપતા હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  • ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરિઝનો  પ્રારંભ
  • દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થઈને બહાર થયો
  • સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટરનું ફીટનેસને લઇ ચોંકાવનારું નિવેદન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં બંને વચ્ચે ટેસ્ટ સિરિઝની મેચ રમાઈ રહી છે. જેમાં પહેલા દિવસે સાઉથ આફ્રિકાના બોલરએ ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. જ્યારે યજમાન કેપ્ટન ટેમ્બા બાવુમાને થયેલી ઈજા પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. ભારતીય ઈનિંગ્સની 20મી ઓવરમાં વિરાટ કોહલીનો એક શોર્ટ રોકતા સમયે બાવુમાને હેમાસ્ટ્રિંગમાં તણાવ થયો હતો. જે બાદ તે ફીલ્ડમાંથી બહાર નીકળી ગયા હતા અને પછી પરત ફર્યા ન હતા. તેની ગેરહાજીરીમાં ડીન એલ્ગરે ટીમની કમાન સંભાળી હતી.

પણ આ ઘટનાને લઈને સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્શેલ ગિબ્સના ચહેરા પર નાખુશીની ઝકલ જોવા મળી રહી હતી. તેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેને ગુસ્સો આવવો તે સુધી બરાબર હતું પણ પણ જ્યારે તેને ભારતનો ઉલ્લેખ કરીને પોતાનું નિવેદન આપ્યું ત્યારે ફેન્સ પણ ચોંકી ગયા હતા. જે બાદ ગિબ્સ પોતાના જ નિવેદનમાં ઘેરાઈ ગયો હતો.  ત્યારે ભારતીય ફેન્સે તેને ફિક્સિંગ વિવાદની યાદ અપાવી હતી. ગિબ્સની આ પોસ્ટ અત્યારે ચર્ચાનો વિષય બની છે.

શું કહ્યું હર્શેલ ગિબ્સએ?
હર્શેલ ગિબ્સએ સૌથી પહેલા એક પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે આ અજીબ છે કે કોચ પુરી રીતે અનફિટ અને ઓવર વેટ ક્રિકેટર્સને રમવાનો મોકો આપે છે. અત્યાર સુધી આ મામલો સાઉથ આફ્રિકા સુધી સિમિત હતો. પણ જો કે લોકોએ ગિબ્સને આ મામલે પણ ઘેરી લીધો હતો અને પોતાના જ કેપ્ટનની ટીકા કરવા પર તેને ખોટો ગણાવ્યો હતો. પણ આ ઘટના બાદ તેને જે લખ્યું તે ભારતીય ક્રિકેટ માટે પણ અપમાનજનક હતું. તેને એક કમેન્માં લખ્યું કે ભારત પણ હવે અમારા કરતા વધારે ફિટ છે.કારણ કે વિરાટ કોહલીએ માઈન્ડસેટ અને સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે.

ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને
વિરાટ કોહલી વિશે લખેલુ તેનુ નિવેદન બરાબર હતું પણ જ્યારે તેને પહેલી લાઈન લખી તેના પર ભારતીય ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.કોઈએ તેને પુછવાનું શરૂ કર્યું કે તે શા માટે 2000ના દાયકામાં ભારતમાં રમ્યા ન હતા... જ્યારે કોઈએ એવુ ફિક્સર શબ્દ કમેન્ટમાં લખી... આમ કુલ મળીને ગિબ્સને પોતાનું જ નિવેદન પોતાના પર ભારે પડી રહ્યું છે... પણ ફેન્સ દ્વારા તેને પણ જડબાતોડ જવાબ મળી રહ્યો છે...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ