બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sonam kapoor will only bollywood celebrity to attend king charles iii coronation in london

મનોરંજન / કિંગ ચાર્લ્સના 'રાજતિલક'માં ભારતમાંથી આ એકમાત્ર સેલિબ્રિટીને આમંત્રણ, રાજકુમાર સાથે પણ કરશે મુલાકાત

Manisha Jogi

Last Updated: 09:13 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનમ કપૂર કિંગ ચાર્લ્સ થર્ડના રાજતિલકમાં હાજર રહેશે. સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

  • સોનમ કપૂર પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 
  • કિંગ ચાર્લ્સ થર્ડના રાજતિલકમાં હાજર રહેશે.
  • એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે. 

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં ફિલ્મોમાં જોવા નથી મળી રહી, પરંતુ પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 7 મેના રોજ કિંગ ચાર્લ્સ થર્ડનો રાજતિલક થશે, જેમાં સોનમ કપૂર  શામેલ થશે. આ સમારોહનું લંડનમાં આયોજન થશે, જેમાં ટોમ ક્રૂઝ અને તેટી પરી જેવી સેલિબ્રિટીઝની સાથે સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે. 

કિંગ ચાર્લ્સ થર્ડની રાજતિલકમાં શામેલ થશે સોનમ કપૂર
પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર સોનમ કપૂર આ રાજતિલક ઈવેન્ટમાં કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરનો પરિચય આપશે. પહેલી વાર કોઈ અભિનેત્રી રોયલ ફેમિલીના ઉત્સવમાં શામેલ થશે. આ ઈવેન્ટમાં સિંગ કેટી પેરી અને લિયોનેલ રિચી શામેલ થશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બંને સેલિબ્રિટીઝ ગેસ્ટ ઈવેન્ટનો ભાગ બનશે. જેમાં ટોમ ક્રૂઝ પણ હાજર રહેશે, તેઓ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા. 

6થી 8મે સુધી ભવ્ય સમારોહ
ડાઉટન એબે અને પેડિંગટન સ્ટાર હ્યૂગ બોનેવિલે રાજતિલક સમારોહની મેજબાની કરશે. તાજેતરમાં એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘બકિંઘમ પેલેસ ઔપચારિક ઉત્સવ અને સામુદાયિક કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા ખુશી થઈ રહી છે, જે 6થી 8 મે 2023 સુધી ચાલશે.’

સોનમ કપૂર લાઈફ અને વર્કફ્રંટ
સોનમ કપૂરની વાત કરવામાં આવે તો તે લંડનમાં પતિ આનંદ આહૂજા સાથે સાથે રહે છે. આ અભિનેત્રીએ 20 ઓગસ્ટ 2022ના રોજ તેના પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. સોનમ કપૂરે ખૂબ જ લાંબા સમય સુધી આનંદ આહૂજાને ડેટ કર્યો હતો અને વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘એકે વર્સેજ એકે’માં જોવા મળી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ