બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / sonali phogat death case registered for unnatural death

ઘટસ્ફોટ / ભાજપ નેતા સોનાલી ફોગાટના મોતનું રહસ્ય ઘૂંટાયું: ગોવા પોલીસે નોંધ્યો કેસ, હોટલના સ્ટાફની હાથ ધરી પૂછપરછ

Kavan

Last Updated: 11:48 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા અને ટિક ટોક સ્ટાર તરીકે પ્રખ્યાત સોનાલી ફોગાટના મૃત્યુ બાદ પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.

  • સોનાલી ફોગાટના મૃત્યુને લઈને અનેક તર્ક વિતર્ક
  • ગોવા પોલીસ થઈ દોડતી 
  • નોંધાયો અકુદરતી મોતનો કેસ 

નાયબ પોલીસ અધિક્ષક (માપુસા) જીવબા દલવીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે 22 ઓગસ્ટે ગોવા આવી હતી અને અંજુના સ્થિત એક હોટલમાં રોકાઈ હતી. હોટલમાં અસ્વસ્થતા અનુભવ્યા બાદ આજે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પોલીસને સવારે નવ વાગ્યે ફોન પર આ મામલાની માહિતી મળી. ડીએસપીએ કહ્યું કે અંજુનામાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસને શંકા જતાં હાથ ધરી તપાસ 

તેમણે કહ્યું કે સંબંધિત સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને અંજુના પોલીસે ગોવા મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગને પોસ્ટમોર્ટમ પરીક્ષા માટે ડોકટરોની સમિતિની રચના કરવા માટે પત્ર લખ્યો છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. પોલીસ હોટલ સ્ટાફની સાથે અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસ આ દિવસોમાં સોનાલી કોને કોને મળી હતી અને તે કયા હેતુથી ગોવા પહોંચી હતી તેની માહિતી એકત્ર કરવામાં પણ વ્યસ્ત છે. પોલીસ કોઈપણ શંકાસ્પદ બાબતને લઈને સઘન તપાસ કરી રહી છે.

મોત પર ઉઠ્યા હતા સવાલ 

ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું આજે ગોવામાં હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર આદમપૂરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ સાથે જ તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલીએ દુનિયાને અલવિદા કહી દીધું છે અને હાલ ઘણા લોકો એમના નિધન પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. 

ફોન પર કરી વાત 
નિધન પહેલા મા સાથે ફોનમાં વાત કરતાં સમયે સોનાલીએ કહ્યું હતું કે, 'મારા ખાવામાં કોઈ ગડબડ લાગી રહી છે અને તેને કારણે મારા શરીરમાં પણ ગડબડ થતી હોય એવું લાગે છે. જાણે કોઈએ મારા પર કશું કર્યું હોય એવું લાગે છે.' 

ગોવામાં હાર્ટ અટેકનાં કારણે ગુમાવ્યો જીવ 
મૃત્યુનાં થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જ ટ્વિટર અકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી હતી. તમને જણાવી દઈએ કે સોનાલી ફોગાટ પોતાના થોડા સ્ટાફ મેમ્બર સાથે 22-25 તારીખ સુધી ગોવા ટુર પર ગઈ હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ