બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Some tips for investing in mutual funds can be profitable if followed

Mutual Fund Tips / શેર બજારમાં મંદી આવે તો SIPનું શું કરવું? ચાલુ રાખવી કે વેચી દેવી જોઈએ? ઘબરાશો નહીં એક્સપર્ટની સોનરી સલાહ માની લો

Kishor

Last Updated: 11:13 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા લોકો રોકાણ કરતા હોય છે પરંતુ નફો વધુ લોકોને મળતો નથી. ત્યારે અમુક ટિપ્સનું પાલન કરવામાં આવે તો ફંડમાંથી નફો મળી શકે છે. આવો જાણીએ વિસ્તારથી!

  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની ટિપ્સ
  • ધોવાણ સમયે રોકાણકારોએ બહાર નીકળી જવું યોગ્ય છે?
  • પોર્ટફોલિયો લાલ રંગમાં હોય ત્યારે શું કરવું?

 મ્યુચ્યુઅલ ફંડમાં લાખો લોકો રોકાણ કરતા હોય છે. જેમાં જ્યા સુધી બજાર બરાબર હોય ત્યાં  સુધી ઠીક છે બાકી સૂચકઅંકો જેવા લીલાથી લાલમાં બદલાતા હોય છે. કે તરત જ મોટાભાગના રોકાણકારો ડર અનુભવતા હોય છે. બાદમા લોકો કા તો ઝડપથી રોકાણ વેંચી નાખે છે અથવા રોકાણ બંધ કરી દે છે. પરંતુ શુ ધોવાણ સમયે રોકાણકારોએ બહાર નીકળી જવું એ યોગ્ય રસ્તો છે.? અથવા તો મંદી સમયે રોકાણ અટકાવી દેવું તે યોગ્ય રસ્તો છે? જો તમે પણ આવું કરતા હોય તો આ આ ટિપ્સ તમારા માટે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા આ વાંચી લેજો, બે જ સપ્તાહમાં આ કામ પૂર્ણ કરો  નહીં તો થશે મોટું નુકસાન! | Mutual Fund Nominee details deadline is near  investors should do ...

શેરબજારમાં 40 ટકાનો ઘટાડો આવ્યો હતો
કોરોના મહામારીના દરમિયાન મોટું આર્થિક નુકસાન થતા શેરબજારમાં 40 ટકાનો ઘટાડો આવ્યો હતો. બધું ધોવાણ થઈ જાય તેવો ડર હતો. ત્યારે મોટા ભાગના લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી બંધ કરી દીધી. ઘણા લોકો તો ડરનામાર્યા પડતર કિંમતે રોકાણ છૂટું કરીને નીકળી ગયા હતા. કારણ કે લોકોના મનમાં એવું હતું કે બધું જ ગુમાવી બેસવાનો વારો આવશે.

આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી દર ત્રણ વર્ષમાં રોકાણકારોના પૈસા થઈ  રહ્યા છે ડબલ, જાણો ડિટેલ્સ | mutual fund investment to get doubled money in  3 years invest in ...

નફો આજે આંકડા વટાવી ચુક્યો છે
અમૂક લોકોએ આ પરિસ્થિતિને અવસરમાં બદલી ભાવ ઘટાડા સમયે રોકાણ કરી નાખ્યું હતું. જેનો નફો આજે આંકડા વટાવી ચુક્યો છે. મોટાભાગના લોકોએ નુકસાન સહન કર્યા પછી મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળી ગયા હતા. જેન લઈને આ ફંડ ખોટનો ધંધો સાબિત થયું હતું. પરંતુ ખરેખર આવા લોકો પાસે આયોજન અને માર્ગદર્શનનો અભાવ હોવાનું જણાય રહ્યું છે.

પોર્ટફોલિયો લાલ રંગમાં હોય ત્યારે શું કરવું?

જ્યારે પોર્ટફોલિયો લાલ રંગમાં હોય ત્યારે મોટાભગના લોકો નાસીપાસ થતા હોય છે અને નફો થતો નથી તેમ વિચારી બહાર નીકળી જતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, લાંબા ગાળાના રોકાણકારોએ બિલકુલ ગભરાવું જોઈએ નહીં અને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને SIP ચાલુ જ રાખવી જોઈએ.

7 વર્ષનું લાંબા ગાળાનું વિઝન હોવું જોઈએ
 નિષ્ણાતો તો એવું માને છે કે જ્યારે બજારમાં ઘટાડો થાય છે ત્યારે રોકાણ વધારવાની તક હોય છે.આથી ઘટતી બજારે તમે વધુ સારા ફંડમાં SIP પણ શરૂ કરી શકો છો. કારણ કે શેરબજારમાં તેજી આવતા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને સારું વળતર મળશે અને સારી કમાણી થશે. એક વાત એવી પણ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડો ટૂંકા ગાળાના રોકાણકારો માટે નુકસાનભર્યો સાબિત થઈ શકે છે. જ્યારે લાંબા ગાળે ક્યારેય કોઈ નુકસાન થતું નથી.તેવો દાવો કરાઈ છે. ઓછામાં ઓછા 7 વર્ષનું લાંબા ગાળાનું વિઝન હોવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ