બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Some serious allegations were made against Kunvarji Bavlia, the former general minister of BJP in Vinchiya taluk of Jasdan in Rajkot.

રાજકોટ / જસદણમાં ફરી ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ: પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળીયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Dinesh

Last Updated: 04:30 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: ભૂપતભાઇ કેરાળીયાએ કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જુના ભાજપના કાર્યકરોને સાઈડલાઇન કરાયા છે.

  • રાજકોટના જસદણમાં રાજકારણ ગરમાયું
  • ભાજપના પૂર્વ મહામંત્રીએ કર્યા આક્ષેપ 
  • પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળીયા પર કર્યા આક્ષેપ


લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના ફરી એકવાર આક્ષેપો પ્રતિ આરોપો તેમજ પક્ષ પલટાની રાજનીતિનો દોર શરૂ થયો છે. સૌરાષ્ટ્રના સેન્ટર પોઈન્ટ એવા રાજકોટના જસદણમાં રાજકારણ ગરમાયું છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળીયા પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે.

ડેન્ગ્યુના કહેર વચ્ચે ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાને તાવ-અશક્તિ | cabinet  minister kuvaraji bavaliya Health problem

ભાજપના કાર્યકરોને સાઈડલાઇન કરાયાનો આક્ષેપ 
ભૂપતભાઇ કેરાળીયાએ કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જુના ભાજપના કાર્યકરોને સાઈડલાઇન કરાયા છે. ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા રાજકારણ ગરમાયું છે. અત્રે જણાવીએ કે, ભૂપતભાઇ કેરાળીયાના આ આક્ષેપ બાદ જસદણના રાજકારણમાં પહલ ચહલ શરૂ થઈ છે. રાજકોટ ભાજપનો જૂથવાદ મામલો વધુ એક વાર સામે આવતા અનેક અટકળો શરૂ થઈ છે

લોકસભામાં ભાજપનો 26નો ટાર્ગેટ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું ભાજપના કાર્યકર્તાઓથી લઇને સૌ આગેવાન મિત્રોને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26એ 26 સીટ, જે પહેલાં પણ બેવાર આપ સૌ જીત્યા છીએ, ત્યારે ત્રીજી વાર પણ ગુજરાતના સૌ ભાઇ-બહેન મતદારોના સહકાર સાથે એમના આશીર્વાદ સાથે 26એ 26 સીટ જીતીને આપણે હેટ્રિક તો કરવાની જ છે, પણ 5 લાખથી વધુ મતોના જીત સાથેના સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ