બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Social media brightened the luck of farmers in Jamnagar

જામનગર / સોશિયલ મીડિયામાં આ નુસખો અપનાવી ખેડૂતે શરૂ કરી ઓર્ગેનિક ખેતી, કમાઈ રહ્યો છે લાખો રૂપિયા, હવે ખુદની પ્રોડક્ટ

Dinesh

Last Updated: 10:58 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાએ જામનગરના ખેડૂતનો કિસ્મત ચમકાવ્યો છે. યૂટ્યુબ પરથી ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન મેળવી પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે જે વર્ષે લાખો રૂપિયા કમાય છે.

  • સોશિયલ મીડિયાએ ખેડૂતની ચમકાવી કિસ્મત 
  • યૂટ્યુબમાં જોઈ ખેડૂતે શરૂ કરી ઓર્ગેનિક ખેતી 
  • ગુલાબની ખેતીમાંથી કમાય છે લાખો રૂપિયા 


સોશિયલ મીડિયાને મોટા ભાગના લોકો બર્બાદીનું કારણ માનતા હોય છે. પરંતુ એવું નથી હોતું. કારણ કે, સોશિયલ મીડિયા કોઈકની કિસ્મત પણ ચમકાવી શકે છે. અને આવું જ કાંઈક જામનગરના ખેડૂતે કર્યું છે. જેણે સોશિયલ મીડિયા પરથી પોતાની કિસ્મત ચમકાવી છે. 

વિવિધ પાકો દ્વારા વર્ષે લાખોની કમાણી 
સોશિયલ મીડિયા તમારી કિસ્મત કેવી રીતે ચમકાવી શકે છે!. ગુલાબની ખેતીએ જ એક ખેડૂતની કિસ્મત બદલી છે. અને તે ખેડૂતનું નામ છે બળદેવભાઈ ખાત્રાણી. જેઓ જામનગરના લતીપુર ગામના રહેવાશી છે. અને યૂટ્યુબ પરથી ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન મેળવી પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી હતી. માત્ર 9 ધોરણ ભણેલા બળદેવભાઈ આજે કોઈપણ પ્રકારના ખર્ચા વગર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 

ખુદની ખેતી..ખુદની પ્રોડક્ટ..ખુદની ઓળખ
ખુદની જમીન ખુદનો પાક ખુદની પ્રોડક્ટ બળદેવભાઈ ગુલાબ, બિટ , જવારા, મગફળ સહિતના પાકની ઓર્ગેનિક રીતે ખેતી કરે છે. તેમાંથી ગુલકન, તેલ સહિતની વસ્તુઓ ઘરે બનાવે છે. અને ઓર્ડર પ્રમાણે તેનું વેચાણ કરે છે. પોતાની 15 વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરે છે. અને દવામાં માત્ર ગૌમૂત્ર, જીવામૃતનો જ ઉપયોગ કરે છે. આમ આ પરિવાર ઓર્ગેનિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. એટલું જ નહીં બળદેવભાઈની આ સફળતામાં તેમના પરિવારનો પણ સિંહ ફાળો છે. 

ગુલાબની ખેતીમાંથી કમાય છે લાખો રૂપિયા 
બળદેવભાઈ 1 એકર જમીનમાં ગુલાબની ખેતી કરી 1 લાખ અને 40 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ સિવાય મગફળીનો ઓર્ગેનિક તેલ કાઢી તેનું પણ વેચાણ કરે છે. અને બિટ, જવારા સહિતની વસ્તુઓની પણ સુકવણી કરીને તેની પ્રોડક્ટનું પણ વેચાણ કરે છે. આમ બળદેવભાઈએ યૂટ્યુબના માધ્યમથી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને આજે તેઓ એક સફળ ખેડૂત તરીકે અન્ય લોકો માટે ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ