બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / Singer Kamlesh Awasthi, famous as the voice of Mukesh across the country including Gujarat, passed away

દુઃખદ / 'જિંદગી ઇમ્તિહાન લેતી હૈ...', ગુજરાત સહિત દેશભરમાં વૉઇસ ઑફ મુકેશ તરીકે પ્રસિદ્ધ ગાયક કમલેશ અવસ્થીનું નિધન

Megha

Last Updated: 09:35 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક કમલેશ અવસ્થીનું નિધન થયું છે. 79 વર્ષની વયે એમને પોતાના અમદાવાદના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઇસ ઑફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું 28 માર્ચે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ એક મહિનાથી કોમામાં હતા. ગઇકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

અવસ્થીના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે, 'તેરા સાથ હૈ તો..', ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ જેવા ઘણા સુપરહિટ ગીતો કમલેશ અવસ્થીએ ગાયા હતા. 

જાણીતું છે કે કમલેશ અવસ્થીનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc. અને પીએચડીનો અભ્યાસ કર્યો. તેમણે ભાવનગરના સપ્તકલાથી તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. કમલેશ અવસ્થીએ તેનું પહેલું મ્યુઝિક આલ્બમ 'ટ્રિબ્યુટ ટુ મુકેશ' રિલીઝ કર્યું હતું.

વધુ વાંચો: 'ધ સાબરમતી રિપોર્ટ'નું કંપારી છૂટી જાય તેવું ટ્રેલર રીલીઝ, વિક્રાંત મેસી ગોધરાકાંડને કરશે ઉજાગર

કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. તેણે રાજ કપૂરની છેલ્લી ફિલ્મ 'ગોપીચંદ જાસૂસ'માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ માટે પણ પ્રખ્યાત હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ