બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shubh sayong for 5 Rashi on surya grahan 2023

હાઇબ્રિડ સૂર્યગ્રહણ / પૈસા હી પૈસા હોગા...! સૂર્યગ્રહણ પર 5 ગ્રહોનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે ફાયદો

Bijal Vyas

Last Updated: 03:09 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Grahan 2023: આવતી કાલે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ, આ સૂર્યગ્રહણ 100 વર્ષ બાદ વિશેષ પરિસ્થિતીઓના કારણે પોતાના 3 રુપમાં જોવા મળશે.

  • સૂર્યગ્રહણને હાઇબ્રિડ નામ આપવામાં આવ્યું
  • 100 વર્ષ બાદ 3 રુપમાં જોવા મળશે સૂર્ય ગ્રહણ 
  • આ રાશિના જાતકોના અટકેલા ધન પ્રાપ્ત થશે 

Surya Grahan 2023: વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલના રોજ એટલે કે આવતી કાલે લાગવા જઇ રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ 100 વર્ષ બાદ વિશેષ પરિસ્થિતીઓના કારણે પોતાના 3 રુપમાં જોવા મળશે. 

એક વાર આંશિક, બીજી વખત પૂર્ણ અને ત્રીજી વખત કુંડલાકાર સૂર્યગ્રહણ જોવા મળશે. જેનાથી હાઇબ્રિડ સૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે. 

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય પોતાની ઉચ્ચરાશિ મેષમાં રાહુ અને બુધની સાથે હશે. તેની સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને પ્રીતિ યોગનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે. 

થોડા જ દિવસમાં સૂર્યની સાથે આ રાશિના જાતકો પર લાગશે 'ગ્રહણ', આવશે અનેક  અડચણો, બચવું હોય તો કરો આ ઉપાય surya grahan 2023 solar eclipse effects on  people of this zodiac sign

જો કે, આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગવા જઇ રહ્યું છે, તો આવો જાણીએ કે ગ્રહણ દરમિયાન કઇ રાશિઓને આર્થિક લાભ થશે. 

1. મિથુનઃ આ દરમિયાન મિથુન રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં તેમના કામના વખાણ થશે, પોતાની અંદર છુપાયેલી પ્રતિભા સૌની સામે આવશે. અટકેલુ ઘન પણ પ્રાપ્ત થઇ શકે છે. 

2. કર્કઃ આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, કરિયરમાં પ્રગતિના યોગ બનશે. પારિવારિક જીવન સારુ રહેશે. વિદેશ જવા માટે આ સૌથી શુભ સમય છે. 

3. સિંહઃ આ રાશિના જાતકો જે વિદ્યાર્થી છે તેમની એકાગ્રતામાં વધારો થશે. લવ-લાઇફ સારી રહેશે. વ્યવસાયમાં ઉન્નતિ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલુ ધન પ્રાપ્ત થશે. 

ફરી બની શકે છે મહાભારતના યુદ્ધ જેવી સ્થિતિ? કારતક મહિનામાં 2 વખત ગ્રહણ,  જાણો શું છે નુકસાનીના સંકેત | connection of surya grahan 2022 chandra grahan  2022 with mahabharata war

4. ધનુઃ આ દરમિયાન નોકરી કરાનારા લોકોના પ્રમોશનના યોગ બની રહ્યા  છે. અધિકારીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધમાં સુધારો થશે. આર્થિકરુપથી આ સમય સારો રહેશે. 

5. કુંભઃ આ દરમિયાન નોકરી કરનારા લોકોના પ્રમોશનના યોગ બની રહ્યા છે. અધિકારીઓ અને સહકર્મિઓની સાથે સંબંધોમાં સુધાર થશે આર્થિક રુપે પણ આ સમય સારો રહેશે. 
 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ