બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Shocking revelations about thug Kiran Patel

અમદાવાદ / મહાઠગ કિરણ પટેલને લઇ ચોંકાવનારો ખુલાસો: સામે આવ્યું કરોડોની છેતરપિંડી કનેક્શન, નોંધાઇ ચૂક્યાં છે અનેક ગુના

Malay

Last Updated: 12:10 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીર પોલીસે એક એવા મહાઠગની ધરપકડ કરી છે, જે પોતાને આખા જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો હતો. આ મહાઠગ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • મહાઠગ કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો
  • કિરણ પટેલ અગાઉ પણ રહીં ચૂક્યો છે વિવાદોમાં 
  • અમદાવાદ અને વડોદરામાં પણ નોંધાઈ ચૂક્યા છે ગુના

PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ  અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. 

પૂર્વ DySP સાથે પણ કરી ચુક્યો કરોડોની ઠગાઈ 
તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે. 

વડોદરામાં પણ નોંધાઈ ચૂક્યા છે ગુનાઓ
તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હતો. ફક્ત અમદાવાદમાં જ નહીં મહાઠગ કિરણ પટેલ સામે વડોદરામાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે. 

જમ્મુ પોલીસે કરી છે ધરપકડ
મહત્વનું છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. 

શું કહ્યું પોલીસે?
રિપોર્ટ્સ અનુસાર કિરણ પટેલ હોટલ લલિતના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ 2023ની FIR નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, 02-03-2023ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણ પટેલ છે. કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

શું હતો સમગ્ર મામલો ? 
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ