બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shehnaaz Gill and her brother Shehbaz Badesha visited the Lal baugcha Raja on Monday pictures went viral

મનોરંજન / લાલ બાગના રાજાના દર્શન કરતાં સમયે શહેનાઝ સાથે આ રીતે દેખાયો 'સિધ્ધાર્થ', Photos થયા વાયરલ

Megha

Last Updated: 09:56 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે સાંજે શહેનાઝ ગિલ તેના ભાઈ શાહબાઝ સાથે મુંબઈમાં લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી હતી અને એ સમયે ચાહકોને ફરી એક વખત શહેનાઝ અને સિધ્ધાર્થની જોડી યાદ આવી ગઈ હતી.

  • ફરી એક વખત શહેનાઝ અને સિધ્ધાર્થની જોડી યાદ આવી
  • લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી શહેનાઝ
  • શહેનાઝ ગિલની સાથે તેનો ભાઈ શાહબાઝ અને સિદ્ધાર્થ શુક્લા જોવા મળ્યા 

શહેનાઝ ગિલ જ્યાં પણ જાય છે સિદ્ધાર્થ શુક્લા તેની સાથે હોય છે. જો કે આપણે બધા જાણીએ જ છીએ કે સિદ્ધાર્થ શુક્લા દુનિયા છોડીને ગયા એ વાતને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ આજે પણ તે હંમેશા શહેનાઝની આસપાસ જ દેખાય છે. ક્યારેક અભિનેત્રીના દિલમાં તો ક્યારેક ભાઈના હાથના ટેટૂના રૂપમાં. જણાવી દઈએ કે ગઈકાલે સાંજે શહેનાઝ ગિલ તેના ભાઈ શાહબાઝ સાથે મુંબઈમાં લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી હતી અને એ સમયે ચાહકોને ફરી એક વખત શહેનાઝ અને સિધ્ધાર્થની જોડી યાદ આવી ગઈ હતી. 

લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી
ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવેલ શહેનાઝ ગિલની સાથે તેનો ભાઈ શાહબાઝ અને સિદ્ધાર્થ શુક્લા પણ હતા. જણાવી દઈએ કે સિદ્ધાર્થના મૃત્યુ પછી શહેનાઝના ભાઈ શાહબાઝે તેના હાથ પર સિદ્ધાર્થ શુક્લાના ચહેરાનું ટેટૂ કરાવ્યું હતું. આવી રીતે સિદ્ધાર્થ શુક્લા શાહબાઝના જીવનની સાથે સાથે તેમના શરીરનો પણ કાયમ માટે એક ભાગ બની ગયા હતા. 

લાલ બાગના રાજાના દર્શન સમયે લોકોની નજર શાહબાઝના આ ટેટૂ પર પડી હતી. હાલ શહેનાઝ ગિલ અને શાહબાઝની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શહેનાઝ એ પીળા કલરના સુંદર સૂટ અને પલાઝોમાં જોવા મળી રહી છે સાથે જ હાથમાં ચાંદીની બંગડીઓ અને કાનમાં મોટી ઈયરરિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. 

બોલિવૂડ ડેબ્યૂ
શહેનાઝ ગિલ હાલના દિવસોમાં તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે. શહેનાઝ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં મહત્વની ભૂમિકામાં નિભાવતી નજર આવશે. સાથે જ તે સંજય દત્તની અમેરિકા ટૂર પર પણ તેની સાથે ગઈ હતી. જણાવી દઈએ કે અરશદ વારસી પણ આ ટૂર પર ગયા હતા. શહેનાઝ ગિલને બિગ બોસ 13 થી ફેમ મળી હતી અને એ શોમાં તેની મિત્રતા એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે થઈ હતી. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Sidharth Shukla shehnaaz gill શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા shehnaaz gill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ