બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Share Market Today Opening In Red Mark Due To Coronavirus Fear

કડાકો / સેન્સેક્સ 1300થી વધુ પોઇન્ટ તૂટ્યો, YES બેંકના શેરમાં થયો ઘટાડો, અનેક રોકાણકારોના રૂપિયા ડૂબ્યા

Bhushita

Last Updated: 10:09 AM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના અંતિમ કારોબારના દિવસે એટલે કે શુક્રવારે, શેરબજાર તીવ્ર ઘટાડા પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,300થી વધુ પોઇન્ટ અથવા 3.73 ટકાના ઘટાડા પછી 37,035.47ની સપાટીએ ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 403.15 અંક એટલે કે 3.58 ટકાના ઘટાડા પછી 10,865.85 પર ખુલ્યો છે. ભારતમાં કોરોનાવાયરસના નવા કેસ સામે આવતાં બજારમાં ઘટાડો થયો.

  • શેરબજારને લઇને મહત્વની ખબર
  • સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટ્યો
  • નિફ્ટીમાં 350 પોઇન્ટનો કડાકો

આવી રહી પ્રમુખ શેરોની સ્થિતિ

પ્રમુખ શેરોની વાત કરીએ તો આજે તમામ સેક્ટર રેડ ઝોનમાં ખુલ્યા છે. તેમાં ઈન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, એસબીઆઈ, હિંડાલ્કો, ટાટા મોટર્સ, વેદાંત લિમિટેડ, જેએસડબ્લ્યુ સ્ટીસ, ઝી લિમિટેડ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

Yes બેંકના શેરમાં થયો મોટો ઘટાડો

રિઝર્વ બેંકે ગુરુવારે મુશ્કેલીમાં મુકેલી યસ બેંક પર નાણાકીય મર્યાદા લગાવી દીધી હતી. આ હેઠળ ખાતા ધારકો હવે યસ બેંકમાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આ ઉપાડની મર્યાદા 3 એપ્રિલ 2020 સુધી અમલમાં રહેશે. આ ઘોષણા પછી યસ બેન્કનો શેર આજે ભારે ઘટાડા પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે 36.80 ના સ્તરે બંધ થયા પછી, યસ બેન્કનો શેર આજે 33.15 ના સ્તર પર ખુલ્યો છે. સવારે 9:30 વાગ્યે 7.35 પોઇન્ટ અથવા 19.97 ટકાના ઘટાડા પછી તે 29.45 પર કારોબાર કરી રહ્યો હતો.

SBIના શેરના પણ ઘટ્યા ભાવ

આ સાથે સરકારે મૂડી સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી યસ બેન્કની ખરીદી તરફ આગળ વધવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓને મંજૂરી આપી દીધી છે. આ ઘોષણા બાદ એસબીઆઈનો શેર આજે પણ ઘટતો જોવા મળી રહ્યો છે. 288.50 પર બંધ થયા બાદ આજે 268 ના સ્તરે ખુલ્યો છે.

સેન્સેક્સ ઘટતાં આવી રહી બેંકોની સ્થિતિ

YES બેંકની સ્થિતિને લઈને બેંકના શેરમાં થયો કડાકો જોવા મળ્યો છે. કોટક બેંકના શેરમાં 41 ટકાનો કડાકો, ICICI બેંકના શેરમાં 16.65 ટકાનો ઘટાડો, SBI બેંકના શેરમાં 19.25 ટકાનો ઘટાડો,
AXIS બેંકના શેરમાં 25.25 ટકાનો ઘટાડો તો HDFC બેંકના શેરમાં 31.25 ટકાનો કડાકો નોંધાયો હતો. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે દરેક સેક્ટર્સ રેડ ઝોનમાં ખૂલ્યા છે. તેમાં મીડિયા, આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, પીએસયૂ બેંક, પ્રાઈવેટ બેંક, ઓટો અને મેટલ સામેલ છે. 

પ્રી ઓપન સમયે આવી રહી શેર માર્કેટની સ્થિતિ

પ્રી ઓપન સમયે સવારે 9.10 સવારે શેરમાર્કેટ રેડ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ 856.65 અંક એટલે કે 2.23 ટકાના ઘટાડા બાદ 37, 613.96ના સ્તરે ખૂલ્યો. નિફ્ટી 326.35 અંત એટલે કે 2.90 ટકાના ઘટાડા બાદ 10,942ના સ્તરે ખૂલ્યો હતો. 

ડોલરની સરખામણીએ 73.94ના સ્તરે ખૂલ્યો રૂપિયો

ડોલર સામે રૂપિયો આજે 61 પૈસા ખૂલીને 73.94 ના સ્તરે છે. પાછલા કારોબારી દિવસે રૂપિયો ડોલર સામે 73.33ની સપાટીએ બંધ રહ્યો હતો. 

ગુરુવારે સામાન્ય વધારા સાથે બંધ થયું હતું બજાર

ગુરુવારે દિવસભર વધારા અને ઘટાડા સાથે શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 61.13 અંક એટલે કે 0.16 ટકાના વધારા બાદ 38, 470.61ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 18 અંચ એટલે કે 0.16 ટકાના વધારા બાદ 11, 269ના સ્તરે બંધ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ