ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / share market is in bigg loss due to ukraine russia tension

શેરબજાર / આજે માર્કેટ નથી મજામાં! 5 મિનિટમાં શેરબજાર ધડામ, રોકાણકારોનાં 6.65 લાખ કરોડ ડૂબ્યાં

Published By: Jaydeep Shah

Last Updated: 12:07 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે ભારતીય શેર બજારને યૂક્રેન-રૂસ તણાવને કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. જાણો ભારતીય શેર બજાર પર શું પડી અસર.

ADVERTISEMENT

  • યૂક્રેન-રૂસ તણાવની બજાર પર અસર
  • બજાર ખુલતા જ 15૦૦ અંકો સુધી પડી
  • બજારમાં થઇ રહેલ ભારે વેંચાણ 

યૂક્રેન તથા રુસના ટેન્શને આજે એટલે કે 14 ફેબ્રુઆરી 2022, સોમવારે ભારતીય શેયર બજારમાં કહેર વરસાવ્યો છે. યૂક્રેન-રુસને લીધે પેદા થયેલ સંકટે ગ્લોબલ માર્કેટને નુકસાન પહોંચાડ્યું છે જેની સાફ અસર ભારતીય બજાર પર પણ જોવા મળે છે. સોમવારે બજાર ખુલતા જ સેંસેક્સ 15૦૦ અંકો સુધી પડી ગયું તથા નિવેશકોને 5 મિનિટમાં 6 લાખ કરોડનું નુકસાન થયું.

યુદ્ધની આશંકાથી સહેમી ગયા ઇન્વેસ્ટર્સ 
અસલમાં, યુદ્ધની આશંકાના ચાલતા, દુનિયાભરના ઇન્વેસ્ટર્સ સહેમી ગયા છે તથા સુરક્ષિત રોકાણમાં જ રૂચી લઇ રહ્યા છે. આ કારણે દુનિયાભરની બજારોમાં વેંચાણ જોવા મળી રહ્યું છે, જેની અસર સોમવારે ઘરેલું બજારમાં પણ જોવા મળી. બીએસઈ દ્વારા મળેલ આંકડા અનુસાર, સવારે 9 કલાક 35 મિનિટ પર સેંસેક્સ 1323 અંકોની ગિરાવટ સાથે 56829 અંકો પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે આજે સેંસેક્સ 56612 અંકો સાથે નીચલા સ્તર પર પણ ગયું. બીજી બાજુ નેશનલ સ્ટોક એકસચેંજનો પ્રમુખ સુચકાંક નિફ્ટી 2 ટકા એટલે કે લગભગ 400 અંકોની ગિરાવટ સાથે 16978 અંકો પર કારોબાર કરી રહ્યું છે. આશંકા છે કે આજે દિવસભર ગિરાવટનો આવો જ ટ્રેંડ રહેશે. 

ગયા અઠવાડિયે પણ થયું હતું નુકસાન 
અઠવાડિયાનો પહેલો દિવસ જ શેયર બજાર માટે સારો રહ્યો નહિ, જયારે ગયું અઠવાડિયું પણ ઘરેલું બજાર માટે ખરાબ સાબિત થયું હતું. બજેટના ચાલતા, બજારમાં આવેલ ઝડપ ગાયબ થઇ ગઈ છે. ગયા અઠવાડિયે બજાર અમેરિકામાં વ્યાજ દર જલ્દી વધારવાની ચિંતાથી હેરાન હતી. આ તણાવ ઘટ્યો નહિ કે યૂક્રેન સંકટે બજારની સ્થિતિ વઘારે બગાડી. યૂક્રેન સંકટના ચાલતા, કાચું તેલ 7 વર્ષના ઉચ્ચ સ્તર પર જઈ પહોંચ્યું છે. આશંકા છે કે ક્રુડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી શકે છે. જો આવું બન્યું તો આ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગ્રોથ પર ભારે પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ShareMarket Ukraine Russia War Share Market

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ