બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ભારત / Sex For Job' Offer: Government Officer Removed From Service For Seeking Sexual Favours From Girl Applicant, FIR Registered

સેક્સ ફોર જોબ / 'નોકરી જોઈતી હોય તો સેક્સ કરવું પડશે' સરકારી અધિકારીએ ફસાવી છોકરીઓ, સરઘસ કાઢીને ખુલ્લો પડાયો

Hiralal

Last Updated: 05:46 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ગ્વાલિયરમાં છોકરીઓ પાસે નોકરીના બદલામાં સેક્સની માગ કરનાર સરકારી અધિકારીનું જાહેરમાં સરઘસ કાઢીને તેને ખુલ્લો પડાયો હતો.

  • એમપીના ગ્વાલિયરમાં સરકારી અધિકારીનું જાહેરમાં સરઘસ કઢાયું 
  • છોકરીઓ પાસે નોકરીના બદલામાં માગતો હતો સેક્સ 
  • પોલીસે શહેરભરમાં તેની પરેડ કરાવીને ઈજ્જત કાઢી 

એમપીના ગ્વાલિયરમાં છોકરીઓ પાસે નોકરીના બદલામાં સેક્સની માગ કરનાર એક અધિકારીને જાહેરમાં સરઘસ કાઢીને ખુલ્લો પડાયો હતો. પોલીસે ધરપકડ કરીને તેને હાથકડી પહેરાવી અને પછી આખા શહેરમાં પરેડ કરાવી હતી. 

નોકરીના બદલામાં છોકરીઓ પાસે સેક્સ માગતો
આરોપી સરકારી અધિકારી છોકરીઓ પાસે નોકરીના બદલામાં સેક્સની માગણી કરતો હતો. યુવતીઓને નોકરીના બદલામાં એક રાત સાથે વિતાવવાનું કહેનાર અધિકારી બીજું કોઇ નહીં પરંતુ મધ્યપ્રદેશના બીજ નિગમના અધિકારી સંજીવ કુમાર તંતુવાય હતા, જેમની પોલીસે ધરપકડ કરીને ગ્વાલિયર પોલીસ ભોપાલ લાવી હતી. 

સરઘસનો વીડિયો વાયરલ 
સરઘસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેના પર લોકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જોકે વીડિયોમાં અધિકારી માથું ઝુકાવી રહ્યા છે, પરંતુ લોકોએ તેમને ખૂબ ઠપકો આપ્યો હતો. આ યુઝરે કમેન્ટ કરી હતી કે, આવી હલકી માનસિકતા ધરાવતા લોકો સાથે આવું થવું જોઈએ. પોલીસે સારું કામ કર્યું. પોલીસે તેની સામે કલમ 354Aનો ગુનો નોંધ્યો છે. હવે પોલીસ આરોપીને એ વાતનો ખુલાસો કરાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે કેટલી છોકરીઓ સાથે આ કૃત્ય કર્યું છે? તે કઈ સત્તાથી ઇન્ટરવ્યુ પેનલમાં જોડાયો હતો? એક મહિલાએ આરોપી વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ વિભાગે નોટિસ આપ્યા બાદ તેને છોડી દીધી હતી. જ્યારે આ મામલો મીડિયામાં ઉછળ્યો તો પોલીસે કાર્યવાહી કરી હતી. 

સીએમ મોહન યાદવે પોતે કાર્યવાહી કરી
એડિશનલ એસપી ઋષિકેશ મીણાએ જણાવ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે પોતે આ મામલે કાર્યવાહી કરી હતી. તેઓએ આરોપી સંજીવને નોકરીમાંથી બરતરફ કર્યો છે. તે જ સમયે, આ કેસમાં બીજી એક છોકરી આગળ આવી છે, જેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 3 જાન્યુઆરી, 2024 ના રોજ, કૃષિ યુનિવર્સિટી ગ્વાલિયરમાં કરાર આધારિત કર્મચારીઓની જગ્યાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યુ પેનલના સભ્ય બીજ નિગમના પ્રોડક્શન આસિસ્ટન્ટ સંજીવ કુમાર હતા. ઈન્ટરવ્યૂ બાદ સંજીવ કુમારે 3 છોકરીઓને મેસેજ કરીને નોકરી અપાવવાના બદલામાં સેક્સની માંગણી કરી હતી, જેના માટે યુવતીએ ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. તેની ફરિયાદ પર પોલીસે કલમ 354એ હેઠળ ફફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી હતી, પરંતુ પોલીસે તેને નોટિસ આપીને છોડી દીધી હતી, ત્યારબાદ યુવતીઓએ આ કેસ મીડિયા સામે મૂક્યો હતો. મુન્ના લાલ ગોયલે વિભાગને આરોપી સંજીવ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. તેની ચીવટ જોઇને પોલીસે આરોપીને પણ પકડી પાડ્યો હતો. મુન્નાલાલ ગોયલે આરોપી સંજીવ કુમારને નોકરીમાંથી બરતરફ કરતો લેખિત આદેશ પણ જારી કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ