બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Scam of making duplicate mark sheets and sending them abroad exposed

અમદાવાદ / UK ભણવા જનારા વિદ્યાર્થીઓ ચેતજો! કલર ઝેરોક્ષથી નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

Khyati

Last Updated: 06:38 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઓછા માર્કસ હોય તો માર્કશીટમાં ફેરફાર કરીને બોગસ પરમિટથી વિદેશ મોકલનારા કૌભાંડનો પર્દાફાશ

  • બોગસ પરમિટ રજૂ કરીને વિદેશ મોકલનારા કૌભાંડનો પર્દાફાશ
  • એલિસબ્રિજ પોલીસે 3ની કરી ધરપકડ
  • ઓછા માર્કસ હોય તો નકલી માર્કશીટ બનાવીને કરતા હતા છેતરપિંડી

હાલમાં વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને પણ ગમે તે ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે. અને આ તકનો લાભ ઉઠાવીને પૈસા લાલચુ અને લેભાગુઓ  લોકોના પરસેવાના રૂપિયા ચાંઉ કરવામાં પળવારનો પણ વિચાર કરતા નથી. બોગસ પાસપોર્ટ,  નકલી બેન્ડ અને ખોટા સર્ટીઓ રજૂ કરીને વિદેશ લઇ જવાના ધીકતા ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ એલિસબ્રિજ પોલીસે એક કૌભાંડ ઝડપી પા઼ડયું.

બોગસ પરમિટ રેડી કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ લઇ જવાની કોઇ ઑફર કરે તો આ ઑફરમાં ભોળવાઇ ન જતા. ક્યાંક તમારી પાસેથી પૈસા ખંખેરવાનો કારસો હોઇ શકે. કારણ કે અમદાવાદ એલિસબ્રિજ પોલીસે બોગસ પરમિટ રેડી કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આરોપી મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓએ  ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને કૌભાંડ આચર્યું છે. 

કેવી રીતે આચર્યુ કૌભાંડ

આ શખ્સો ધોરણ 12ની બોગસ માર્કશીટ બનાવીને છેતરપિંડી કરતા હતા. જે વિદ્યાર્થી યુકે જવા ઇચ્છતો હોય પરંતુ અંગ્રેજીમાં 70થી ઓછા માર્કસ હોય તો  56 માર્કસના 76 કે 86 કરીને છેતરપિંડી આચરતા હતા. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTSની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવતા હતા અને 10 રૂપિયાની કલર ઝેરોક્ષ કરાવીને  બોગસ પરમીટ બનાવતા હતા. 

માસ્ટર માઇન્ડ મનીષ ઝવેરી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ

આ ત્રણેય આરોપીઓએ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એસી ઓફિસ બનાવીને વિદેશ જવા ઇચ્છુકોને પોતાનો શિકાર બનાવતા. યુનિવર્લ્ડ નામની ઓફિસમાં તેઓ માર્કશીટમાં છેડછાડ કરીને વિદેશ જવા વિઝા અપાવવા માટેની કામગીરી કરતા હતા.  યુકે એડમિશન અપાવવાનો વાયદો કરીને લાખો રૂપિયા પડાવતા હતા.  માર્કશીટ કૌભાંડ નો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે.. 

કેવી રીતે દબોચ્યા કૌભાંડીઓને ?

એલિસબ્રિજ પોલીસે બાતમીને આધારે આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે યુનિવર્લ્ડ વિઝાની ઓફિસમાં રેડ પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12 ઓરિજિનલ માર્કશીટ લઇ લેતા.  તેમાંથી ગુજરાત બોર્ડનો લોગો અને સિક્કો કાઢીને નકલી માર્કશીટ પર લગાવીને લોકોને છેતરવાના ધંધા કરતા હતા.

પોલીસે 24.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સમગ્ર મામલે હાલ એલિસબ્રિજ પોલીસ દ્વારા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.  તેઓ પાસેથી 35 નકલી માર્કશીટ, બે કોમ્પ્યુટર, પૈસા ગણવાનું મશીન, 3 મોબાઇલ અને 23.75 લાખ રોકડા સહિત કુલ 24.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી, કયા કયા શહેરોમાં આ લંપટોએ છેતરપિંડી આચરી, કેટલા સમયથી નકલીનો ધંધો કરતા હતા, આ તમામ મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ