બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / sbi customers can get these10 services through atm no need to go bank

કામની વાત / કોરોનામાં હવે આ બેંકના ખાતાધારકોને નહીં જવું પડે બેંકમાં, ATMની મદદથી ફ્રીમાં મળશે 10 સર્વિસ

Bhushita

Last Updated: 12:03 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે SBI બેંકમાં એકાઉન્ટ ધરાવો છો તો તમારે હવે કોરોનામાં ચિંતા કરવાની જરૂર નથી. બેંકના કોઈ જરૂરી કામ કરવા ઈચ્છો છો તો તમે બેંકને બદલે નજીકના ATMમાં જઈને પણ તે કરી શકો છે. બેલેન્સ ચેક કરવું, પાસબુક ભરવી, બેંકની એફડીથી લઈને ટેક્સ ડિપોઝિટ સુધી અનેક કામ હવે તમે ATMથી કરી શકશો. જાણી લો કઈ રીતે કોરોના સંકટમાં તમે ATMની 10 ફ્રી સર્વિસનો ઉપયોગ સરળતાથી કરી શકશો.

  • કોરોનામાં SBI બેંકના ખાતેદારોને મળી મોટી રાહત
  • ATMની મદદથી ફ્રીમાં મળશે 10 સર્વિસ
  • નહીં ભરવો પડે કોઈ એકસ્ટ્રા ચાર્જ


ટેક્સ ડિપોઝિટ

તમે આ કામ પણ ATM કાર્ડથી કરી શકો છો. એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ, રેગ્યુલર એસેસમેન્ટ પછી ચૂકવાતો ટેક્સ તેમામં સામેલ છે. બ્રાંચમાં વેબસાઈટમાં પોતાને રજિસ્ટર કરાવી લો અને પછી એટીએમથી ટેક્સ ભરી શકો છો. એકાઉન્ટથી રૂપિયા કપાયા બાદ સીઆઈએન નંબર મળશે. ટેક્સ જમા થયાના 24 કલાકમાં બેંકની વેબસાઈટની મદદથી CINની પ્રિન્ટ કાઢી શકાય છે. 

કરાવી શકાશે એફડી

એટીએમની મદદથી હવે એફડી કરાવવાની સુવિધા પણ મળે છે. ફિક્સ્ડ ડિપોઝીટ અત્યારસુધી બેંક બ્રાન્ચમાં થતી હતી પણ હવે એટીએમમાં આપવામાં આવેલા મેન્યૂથી એફડીનુ ઓપ્શન સિલેક્ટ કરીને એફડી કરાવી શકાશે. તેની સમય અને રકમનો વિકલ્પ પણ મળશે. તમે તેને કન્ફર્મ કરશો તો તમારી એફડી બની જશે. 

પોલીસીનું પ્રીમિયમ ભરી શકાય છે

એટીએમની મદદથી ઈન્શ્યોરન્સ પોલીસીનું પ્રીમિયમ ભરી શકાય છે. બેંકોએ તેને માટે LIC, HDFC લાઈફ અને SBI લાઈફ જેવી વીમા કંપનીઓ સાથે કરાર કર્યો છે. તેનું પેમેન્ટ એટીએમથી કરી શકાશે. એટીએમ સ્ક્રીન પર બિલ પે સેક્શનમાં જઈને વીમા કંપનીનું નામ સિલેક્ટ કરો અને પોલીસી નંબર નાંખો. પછી ડિટેલ્સ જેમકે બર્થડેટ અને મોબાઈલ નંબર એન્ટર કરો. પ્રીમિયમની રકમ કન્ફર્મ કરો. તમારી પોલીસીનું પેમેન્ટ થઈ જશે. 

સરળતાથી લઈ શકાય છે લોન

પર્સનલ લોન માટે પણ હવે એટીએમથી એપ્લાય કરી શકાશે. પ્રાઈવેટ બેંક તેમના ખાતેદારોને એટીએમની મદદથી પ્રી અપ્રૂવ્ડ લોન ઓફર કરે છે. તેને માટે ટ્રાંન્ઝેક્શન ડિટેલ, એકાઉન્ટ બેલેન્સ, સેલેરીની રકમ અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો રિપેમેન્ટ રેકોર્ડ જોવામાં આવે છે. 

કરી શકાય છે કેશ ટ્રાન્સફર

ATM ની મદદથી એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં કેશ ટ્રાન્સફર પણ કરી શકાય છે. ઓનલાઈન કે બ્રાંચમાં એકાઉન્ટ રજિસ્ટર કરાવી લો એટલે તમારા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ જશે. એક સમયે તમે 40,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકો છો. મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન એક દિવસે કરી શકાય છે. 

કેશ ડિપોઝિટની સુવિધા

દેશની લગભગ દરેક બેંક પોતાના એટીએમની સાથે કેશ ડિપોઝિટ મશીનો પણ લગાવી ચૂકી છે. તેનાથી તમે એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી શકો છો. એક વારમાં 49,900 રૂપિયા જમા કરાવી શકાય છે. મશીનમાં 2000, 500, 100 અને 50ની નોટ જમા કરાવી શકાય છે. 


બિલ પણ ભરી શકાશે

ટેલિફોન, લાઈટ, ગેસ કે અન્ય કોઈ બિલ પણ એટીએમની મદદથી ભરી શકાય છે. આ પહેલાં તમારે બેંકની વેબસાઈટ પર એકવાર પોતાને રજિસ્ટર કરવાનું રહે છે. મોબાઈલના પ્રીપેડ કનેક્શનને પણ તમે રિચાર્જ કરી શકો છો. 

મંદિરોમાં ડોનેશન

જો તમે કોઈ મંદિરમાં દાન આપવા ઈચ્છો છો તો SBI ATM તમને આ સુવિધા આપે છે. તેની મદદથી વૈષ્ણોદેવી, શિરડી સાંઈબાબા. ગુરુદ્વારા તખ્ત સાહેબ (નાંદેડ), પુરીનું જગન્નાથ મંદિર, પલાની, રામકૃષ્ણ મિશન (કોલક્ત્તા), કાશિ વિશ્વનાથ (બનારસ), મહાલક્ષ્મી મંદિર મુંબઈમાં દાન કરી શકાય છે. 

ચેક બુક રિકવેસ્ટ

જો તમારે ચેક બુકની જરૂર છે તો તમે બેંકની બ્રાંચમાં ન જતાં. SBI ATMમાં જઈને તમે નવી ચેકબુકની અરજી કરી શકો છો. તે તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ