બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra residents will get the biggest medical facility, Rajkot AIIMS will be launched this month, Mansukh Mandaviya announced

સમીક્ષા / સૌરાષ્ટ્રવાસીઓને મળશે સૌથી મોટી મેડિકલ સુવિધા, આ મહિનામાં રાજકોટ AIIMSનું થશે લોકાર્પણ, મનસુખ માંડવિયાએ કર્યું એલાન

Vishal Khamar

Last Updated: 08:51 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ખાતે નિર્માણ થઈ રહેલ એઈમ્સનુ આગામી સમયમાં વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે એઈમ્સનું 60 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

  • સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર
  • ઓક્ટોબર-નવેમ્બરમાં એઈમ્સનુ લોકાર્પણ
  • AIMS નું કામ 60 ટકા પૂર્ણ થયુંઃ માંડવિયા
  • PM મોદી AIIMSનુ લોકાર્પણ કરશેઃ માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે મનસુખ માંડવીયા એ આજે રાજકોટમાં નવનિર્માણ પામી રહેલા એમ્સ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે એક ખાસ બેઠક પણ યોજી હતી. નિર્માણાધીન એઇમ્સ નું કામ કેટલું પૂરું કેટલું બાકી તેની વિગત માંગી હતી. ઓ પી ડી શરૂ પણ શરૂ કરવામાં કેમ વિલંબ તેની વિગત માંગી હતી. એઇમ્સ ની સમીક્ષા બેઠક માં સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા MLA અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ર્ડા.દર્ષિતા શાહ અને ઉદય કાનગડ રમેશ ટીલાળાં સહીત હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓકટોબરમાં લોકાર્પણ કરશેઃમનસુખ માંડવિયા
રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ, મેયર પ્રદીપ ડવ સહીત એઇમ્સનાં તબીબી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ મનસુખ માંડવીયાએ અલગ અલગ નિર્માણ થયેલા બાંધકામાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમની પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દેશમાં 22 AIMS માંથી ગુજરાતમાં રાજકોટને મળી છે. AIMS નું કામ 60 ટકા પૂર્ણ થયું છે. આગામી ઑક્ટોબરમાં બાકીનું તમામ કામ પૂર્ણ થશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે બીજી મહત્વની વાતએ પણ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓકટોબરમાં લોકાર્પણ કરશે. દિવાળીમાં પ્રધાનમંત્રી AIMS નું લોકાર્પણ કરશે.  તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારત દ્વારા કરવામાં આવેલી મદદ અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. ભારત હંમેશા વસુદેવ કુટુમ્બકમમાં મને છે. 

રાજકોટ એઈમ્સની કામગીરી 60 ટકા પૂર્ણ

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે
દેશમાં એમ.બી.બી.એસ.ની ૫૧ હજાર સીટમાંથી વધારીને ૧ લાખથી વધુ સીટસ કરવામાં આવી છે, પી.જી કોર્ષમાં ૩૪ હજાર સીટથી વધારી ૬૪ હજાર જેટલી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને મેડીકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસનો પુરતો મોકો મળી રહેશે. રાજકોટ એઈમ્સ ખાતે ઈન્ફ્રાસ્ટ્રકચર ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યું છે. ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે, ફેકલ્ટીની ભરતી કરી લેવામાં આવી છે અને જરૂરી તમામ પ્રકારના મેડીકલ ઈક્વીપમેન્ટસ પણ વસાવી લેવામાં આવ્યા છે, આમ, સમગ્રતયા એઈમ્સ હોસ્પિટલનું ૬૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૩માં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.   
સ્ટાફ અને ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરીને તેમનું મનોબળ વધાર્યુ
મંત્રીએ એઈમ્સ હોસ્પિટલના કેમ્પસમાં નિર્માણ પામેલ બોય્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી તેમજ ડાઇનિંગ હોલમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓને મેડીકલ ક્ષેત્રે દેશના નિર્માણમાં પોતાનો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. શ્રમદાનનું મહત્વ સમજાવીને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસની ઝુંબેશમાં સ્વ-સહયોગ આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. સ્ટાફ અને ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરીને તેમનું મનોબળ વધાર્યુ હતું. 
એઈમ્સ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ યોજવાનું સુચન કર્યું
મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં એઈમ્સ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ યોજવાનું સુચન કર્યું હતું. જેને ઉપસ્થિત પદાધિકારીઓ-અધિકારીને અપનાવીને તેનો સત્વરે અમલ કરવા વચન આપ્યું હતું. ડેપ્યુટી ડાયરેક્ટર (એડમિન) કર્નલ પુનીત અરોરા દ્વારા એઈમ્સ રાજકોટ ખાતે પ્રોજેક્ટના કામોની પ્રગતિ વિશે ટૂંકું પ્રેઝન્ટેશન આપવામાં આપ્યું હતું. 

સિવિલનું નવુ બિલ્ડિંગ AIIMS હોસ્પિટલને આપવામાં આવે- રામ મોકરીયા
આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજકોટની મુલાકાતે છે. ત્યાર સિવિલના બિલ્ડિંગને લઈને રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને કહ્યું હતું કે સિવિલનું નવું બિલ્ડિંગ AIIMS હોસ્પિટલને આપવામાં આવે. તેમજ સિવિલ હોસ્પિટલ અને AIIMS વચ્ચે MOU  કરવામાં આવે. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. વ્યવસ્તાઓ સુધારવા માટે પ્રયાસ રહેશે. તેમજ આવનારા દિવસોમાં રાજ્યના આરોગ્ય મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરીશ. તેમ જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ AIIMS ની મુલાકાત લીધી

કેવી હશે AIIMS હોસ્પિટલ?
AIIMS હોસ્પિટલની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી.
એઇમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળવા લાગશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે.

હોસ્પિટલની 25 માળની ઈમારત 
AIIMSની મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને RUDAએ મંજૂરી આપ્યા બાદ પ્રથમ તબક્કામાં કુલ 25 ઈમારતના આયોજનને મંજૂરી મળી છે. અત્યાર સુધી 24 ઈમારતના બાંધકામને મંજૂરી મળી હતી. ત્યારે આજે AIIMS હોસ્પિટલની મુખ્ય ઈમારતને મંજૂરી મળી છે. મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ કરાશે. હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. 

પત્રકાર પરિષદને સંબોધી

 ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે.
મહત્વનું છે કે, રાજકોટ એઈમ્સન માટે ફોર લેન અને સિક્સ લેન રોડ બનવવામાં આવશે. પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો રસ્તો બનાવવામાં આવશે. જેનું નવેમ્બર સુધીમાં કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે. એમ્સ હોસ્પિટલના વિભાગોને લઈ રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં બારસો કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બનશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ