બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Saurashtra-Kutch Alert! Heatwave warning with hot wind in these districts of Gujarat

આગાહી / સૌરાષ્ટ્ર-કચ્છ એલર્ટ! ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમ પવન સાથે હિટવેવની વોર્નિંગ

Vishal Khamar

Last Updated: 11:29 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠું તેમજ ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે. તા. 23 થી 26 સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

રાજ્યમાં વહેલી સવારે હજુ પણ લોકો ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા તા. 23 થી 26 દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં ગરમ પવન ફુંકાવાની શક્યતાઓ છે. તેમજ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાય છે. 

અભિમન્યુ ચૌહાણ (હવામાન વૈજ્ઞાનિક)

અમદાવાદ હવામાન વિભાગનાં  વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકુ રહેશે.  તેમજ આગામી દિવસોમાં રાજ્યનાં અમુક ભાગોમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી વધી શકે છે. 

Image
તા. 23.3.2024 નાં દિવસે રાજ્યમાં ક્યાં ક્યાં હીટવેવની આગાહી

તેમજ આગામી ચાર દિવસ માટે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 25 સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. તેમજ બે દિવસ બાદ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

તેમજ હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમી તેમજ ભેજવાળું વાતાવરણ રહેશે. તેમજ આ વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. રાજ્યનાં અમુક જીલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેનાથી આજુબાજુનાં ગામડાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. 

વધુ વાંચોઃ વલસાડ લોકસભા સીટને લઇ ડખો, પત્રિકામાં બેઠક પરના ઉમેદવાર બદલવાની કરાઇ માંગ, જાણો વિવાદ

તેમજ સૌરાષ્ટ્ર અને રણકાંઠાને અડીને આવેલ કચ્છમાં આગામી ચાર દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ