બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan on death threats lawrence bishnoi gang controversy

બોલિવુડ / ધમકી મળવા મુદ્દે સલમાન ખાને તોડ્યું મૌન, સ્વેગમાં આપ્યો એવો જવાબ કે ફેન્સ થઇ ગયા ઇમ્પ્રેસ

Arohi

Last Updated: 09:41 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan On Death Threats: લાંબા સમયથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક ઈવેન્ટમાં જ્યારે એક્ટરને પુછવામાં આવ્યું કે તમને જે ધમકી મળી રહી છે તેને તમે કઈ રીતે જોવો છો? તેના જવાબમાં સલમાન ખાને હસતા હસતા જવાબ આપ્યો- ભાઈજાન એમના માટે છે જે ભાઈ છે અને તેમના માટે છે જેમને અમે બહેન બનાવવા માંગીએ છીએ.

  • સલમાન ખાનને ઘણા સમયથી મળી રહી છે ધમકીઓ 
  • ધમકીઓને લઈને એક્ટરે પહેલી વખત તોડી ચુપ્પી 
  • સ્વેગ અને કોન્ફિડન્સમાં આપ્યો આવો જવાબ 

બોલિવુડના દબંગ સલમાન ખાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. બુધવારે એક્ટર એક પ્રેસ કોન્ફરન્સમાં શામેલ થયા હતા જ્યા તેમણે પહેલા વખત ગેંગસ્ટર્સ પાસેથી મળી રહેલી ધમકીઓ પર ચુપ્પી તોડી છે. સલમાન ખાનનો જવાબ તમને ઈન્પ્રેસ કરી દેશે. એક્ટરના જવાબમાં તેનો સ્વેગ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.

 

ધમકીઓને લઈને સલમાને શું આપ્યો જવાબ? 
પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનને પુછવામાં આવ્યું કે સલમાન સર તમે આખા ઈન્ડિયાના ભાઈજાન છો. તમને જે ધમકીઓ મળે છે તેને તમે કઈ રીતે જુઓ છો? તેના જવાબમાં સલમાન ખાને હસીને કહ્યું- આખા ઈન્ડિયાના ભાઈજાન નથી, કોઈની જાન પણ છું હું. ઘણા લોકોની જાન છું હું. 

ભાઈજાન તેમના માટે છે જે ભાઈ છે અને તેના માટે છે જેમને હું બહેન બનાવવા માંગુ છું. એક્ટરના જવાબના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકોએ આ બેસ્ટ મોમેન્ટ ગણાવી છે. દબંગ ખાનના જવાબને ફેંસે Savage જણાવ્યો છે. કોઈએ લખ્યું- ભાઈ મોડ ઓન. લોકોએ સલમાન ખાનના કોન્ફિડન્સના વખાણ કર્યા છે. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર સલમાન ખાન 
સલમાનના પાછળ છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ પડ્યા છે. એક્ટરની જાન પર ખતરાને જોતા ફેંસ પરેશાન છે. ધમકીઓના બાદ સલમાનની સિક્યોરિટી વધારી દીધી છે. સલમાનને ક્યારેક ધમકી ભરેલા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તો ક્યારેક નોટ લખીને ચેતાવણી આપી છે.

થોડા દિવસ પહેલા આવ્યો હતો મેલ 
થોડા દિવસ પહેલા સલમાનને મેલ પર ધમકીમાં મેટર ક્લોઝ કરવાની વાત લખવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું, "ગોલ્ડી બરાડને તારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. ઈન્ટરવ્યૂ જોઈ લીધુ હશે તેણે કદાચ, ના જોયુ હોય તો બોલી દેજો એ જોઈ લે. મેટર ક્લોઝ કરવાની છે તો વાત કરાવી દો. ફેસ ટૂ ફેસ કરવાની હોય તો તે પણ જણાવી દો. હજુ ટાઈમ રહેતા ઈન્ફોર્મ કરી દીધુ છે આવતી વખતે ઝટકો જ જોવા મળશે..."

આ પહેલા મળેલી ધમકીઓમાં સિદ્ધિ મુસેવાલા જેવા હાલ કરવાની વાત લખવામાં આવી હતી. સલમાન પર એટેકના ઘણી વખત પ્લાન પણ બદલ્યા છે. તેમના ફાર્મહાઉસ અને ગેલેક્સીની બહાર આંટા પણ મારવામાં આવ્યા. પરંતુ બધા પ્લાન્સ ફેલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ