બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan Death Threat Mumbai crime branch detained the 16 year old boy

મનોરંજન / સલમાનને ધમકી આપનાર સગીરને 12 જ કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, આપી હતી ખતમ કરી દેવાની ધમકી

Manisha Jogi

Last Updated: 04:22 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સલમાન ખાનને 30 તારીખે મારી નાખવાની ધમકી આપી હતી.

  • સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી હતી. 
  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ. 
  • આરોપીની થઈ રહી છે પૂછપરછ. 

 બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધમકી આપનાર 16 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે. સગીર પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેણે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીભર્યા ફોન આવતા મુંબઈ પોલીસે આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો હતો, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આ ધમકીના તાર રાજસ્થાનના બાડમેર સાથે જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાંચે 16 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોલીસને રોકી ભાઈના નામે કોલ કર્યો હતો અને 30 તારીખે મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ધમકી શા માટે આપી? આ ધમકી આપવા પાછળ અન્ય કોઈ જવાબદાર છે કે નહીં? ફોન શા માટે કર્યો હતો? આ તમામ સવાલના જવાબ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 

12 કલાકમાં આરોપીની ધરપકડ 
મુંબઈ પોલીસે ગઈકાલે રાત્રે આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો હતો. ધમકીભર્યો ફોન આવ્યો તેના 12 કલાકમાં જ પોલીસે આરોપીની દબોચી લીધો છે. પૂછપરછ પછી આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

સલમાન ખાનની સુરક્ષા વધી
છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ કારણોસર ભાઈજાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં સલમાન ખાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાને તાજેતરમાં નિસાનની બુલેટપ્રૂફ કાર ખરીદી છે. 

હાલમાં સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ કારણોસર તેઓ ઘરની બહાર નીકળતા રહે છે. આ પરિસ્થિતિમાં તેમને ધમકી મળવી તે એક ગંભીર બાબત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ