બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Sabarmati riverfront in 2023 205 people jumped which 181 died

સત્તાવાર આંકડા / અમદાવાદ રિવરફ્રન્ટ આપઘાતનું એપીસેન્ટર! વર્ષ 2023માં 205 લોકોએ લગાવી મોતની છલાંગ, આટલા જ બચ્યા!

Dinesh

Last Updated: 10:13 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું જેમાંથી 181ના મોત અને 24 લોકોને બચાવાયા

  • સાબરમતી રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ ?
  • 2023માં 205 લોકોએ ઝપલાવ્યું
  • 181ના મોત અને 24 લોકોને બચાવ્યા

ahmedabad news: અમદાવાદનું આકર્ષણ વધારતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો.જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આખરે શુ એવા નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે.

181ના મોત થયા
સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું જેમાંથી 181ના મોત અને 24 લોકોને બચાવાયા છે.  વર્ષ 2022 કરતા 2023માં મોતનો આંકડો વધ્યો છે. અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેમ આપઘાતની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ  કેટલાક લોકો સ્યુસાઇડ માટે કરતા હોય તેમ આ આંકડા પરથી જણાય છે. પહેલા બ્રિજ પરથી સ્યુસાઇડ કરતા હતા, પણ બ્રિજ પર જાળી મુકતા હવે વોક વેનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે.

મોતની છલાંગ
2023ના વર્ષેમાં 205  લોકોએ મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી  148 પુરુષ, 31 મહિલા અને 2 બાળકો સહિત 181 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 12 પુરુષ, 11 મહિલા અને 1 બાળકનો જીવ બચાવ્યો છે. આ આંકડાઓ પરથી કઈ શકાય કે, દર 3 દિવસે 1 વ્યક્તિ રિવરફ્રન્ટથી નદીમાં પડતું મૂકીને જિંદગીનો અંત લાવે  છે. 

 

વાંચવા જેવું: ગુજરાતમાં ડબલ સિઝન વાળી હવામાન વિભાગની આગાહી, જાણો આવનાર 5 દિવસ કેવું રહેશે તાપમાન

રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ ?
મહત્વનું છે કે, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ જેવા અનેક કારણો ને લીધે લોકો સ્યુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે. રિવરફ્રન્ટના સ્યુસાઇડ કરેલા વ્યક્તિના બચાવ માટે  ફાયરની 1 ટિમ અને 1 બોટ  છે. પોલીસ અને ફાયર બ્રિગેડની રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ સતત પેટ્રોલીંગ કરે છે. જેના કારણે અનેક લોકોને ફાયરની રેસ્ક્યુ ટીમ જીવ બચાવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આપઘાતના આંકડા જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ