બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Sabarmati railway station will be renovated with advanced facilities

વિકાસ / લિફ્ટ, એસ્કેલેટર, સ્કાયવોક... જેવી અદ્યતન સુવિધાઓથી સાબરમતી રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ, જાણો પ્રી-પ્લાન

Vishal Khamar

Last Updated: 09:50 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત દેશના વિવિધ રેલવે સ્ટેશનો નું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં એક અમદાવાદ નું સાબરમતી રેલવે સ્ટેશન પણ છે. જે સ્ટેશન ગાંધીજીની દાંડી યાત્રા અને અન્ય સ્મૃતિઓને જાળવી રાખી ને તૈયાર કરાશે. જે સ્ટેશન પર મુસાફરોને અનોખો અનુભવ થાય તે રીતે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરાઈ છે.

હવે રેલવે સ્ટેશન ખાતે પણ એરપોર્ટ જેવો અનુભવ થશે. કેમ કે ભારત સરકાર દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત દેશના વિવિધ સ્ટેશન ડેવલપ કરાઈ રહ્યા છે. જેમાં અમદાવાદના કાલુપુર સહિત સાબરમતી, મણિનગર મહત્વના સહિતના સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું સ્ટેશન છે. જે બાદ સાબરમતી રેલવે સ્ટેશન મોટું સ્ટેશન હોવાથી તેને પણ તે રીતે જ ડિઝાઇન કરાયું છે. જે ડિઝાઇન મુજબ ધર્મનગર તરફનું સ્ટેશન જે SBI તરીકે ઓળખાય છે. 

દાંડી યાત્રા ની થીમ સાથે તૈયાર કરાશે સ્ટેશન

વર્ષ 2058 ને ધ્યાને રાખI ડિઝાઇન તૈયાર કરાઈ છે. જેમાં ધર્મનગર સ્ટેશન પર 35 હજાર જેટલા મુસાફરો સમાવી શકાશે. જે સ્ટેશન પર મુખ્ય બિલ્ડીંગ દાંડી યાત્રા ની થીમ સાથે તૈયાર કરાશે. જે બિલ્ડીંગ બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને brts સ્ટેશન ને જોડશે. તો વિશાળ કોનકોર્સ એરિયા પણ હશે. જ્યાં ધર્મનગર ના પ્લેટફોર્મ 9 અને જેલ સ્ટેશનના પ્લેટફોર્મ 3 વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ધર્મનગર સ્ટેશન તરફ 6 VIP,  23 કાર, 46 ટુ-વ્હીલર પાર્કિંગ લોટ રખાયા છે. જ્યાં તમામ પ્લેફોર્મ પર લિફ્ટ. એક્સેલેટર. સીડી. સ્કાયવોક્સ. ફૂટ ઓવર બ્રિજ હશે. સ્ટેશનમાં એન્ટ્રી અને એક્ઝિટ અલગ હશે. તો vip અને મહિલાઓ માટે કોનકોર્સ રખાયા છે. આ સાથે જ ત્યાં હોટેલ અને કોમર્શિયલ એક્ટિવિટી પણ હશે. જે સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓ જેમ કે ચરખા અને ખાદીના કપડા આ. પણ દર્શાવવામાં આવશે. જે સ્ટેશન થી દિલ્હી થી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનું સંચાલન થશે.

દરેક પ્લેટફોર્મ પર લીફ્ટ, એક્સેલેટર હશે

ધર્મનગર સાથે  જેલ તરફનું સ્ટેશન પણ તે જ રીતે વિકસાવાશે. જ્યાં પણ કોનકોર્સ સાથેની મુખ્ય બિલ્ડીંગ હશે. જે સ્ટેશનને sbt તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં  4 VIP, 4 કાર, 14 ટુ- વ્હીલર જેવા વિવિધ કેટેગરીના વાહન પાર્કિંગ હશે. જ્યાં પણ દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ, એક્સેલેટર, સીડી જેવી સુવિધા હશે. ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્કોર્સ લેવલ્સ પર કોમર્સિયલ એરીયા હશે. જે સ્ટેશનથી વિરમગામ અને ભાવનગરથી અમદાવાદના ટ્રાફિકનું સંચાલન થશે. 

વધુ વાંચોઃ  અમદાવાદમાં પાર્સલના કારણે ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું સચેત કરે તેવું, 4ની ધરપકડ

અનંત કુમાર (ડેપ્યુટી ચીફ એન્જીનીયર-પશ્ચિમ રેલવે)

સ્ટેશનનું કામ એન્જિનિયર કંપની વોયાન્ટ્સ સોલ્યુશન્સ પ્રા. લિ. અને કોન્ટ્રાક્ટર કંપની શનંદ કોન્ટ્રાક્ટર્સ એન્ડ એન્જિનયર્સ લિ. છે. જે કંપની દ્વારા કામ શરૂ કરી દેવાયું છે. જ્યાં રેલવે વ્યવહાર શરૂ રહે અને કામ થાય તે રીતે આયોજન કરાયું છે. જે સ્ટેશન તૈયાર થયા બાદ સ્ટેશન પર હાલના ટ્રેક સામે ટ્રેકની સંખ્યા વધશે. હાલમાં સાબરમતી ધર્મનગર સ્ટેશન પાસે 33 હોલ્ડિંગ ટ્રેનો અને 7 ઓપરેશનલ પ્લેટફોર્મ છે. જ્યારે, જેલ પાસેના સ્ટેશને 11 હોલ્ડિંગ ટ્રેન અને 3 ઓપરેશનલ પ્લેટફોર્મ છે. અને દિવસના પીક અવર્સ દરમિયાન SBI અને SBT બંનેમાં સંયુક્ત પણે યાત્રીઓનો પ્રવાહ 2309 છે. જે નવું સ્ટેશન બનતા વધશે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે નવું સ્ટેશન જલ્દી બનીને તૈયાર થાય જેથી તેઓને ભીડ વગર સારા અનુભવ સાથેની મુસાફરી કરવા મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ