બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Russia-Ukraine War 'We failed' Russian President Putin had to apologize to the public on national television
Megha
Last Updated: 11:44 AM, 16 December 2023
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ અનેક સંકટથી ઘેરાયેલા છે. હાલમાં જ તેણે એક ટીવી શો દરમિયાન પોતાના દેશના લોકોની માફી માંગી હતી. વાસ્તવમાં એક વાતચીત દરમિયાન એમને દેશમાં વધતી મોંઘવારી અને ઇંડાના ઊંચા ભાવ માટે પોતાની જ સરકારને જવાબદાર ગણાવી અને આ માટે જનતાની માફી પણ માંગી. તેમણે કહ્યું, મારી સરકારની નિષ્ફળતા માટે હું તમારા બધાની માફી માંગુ છું.
Putin says sorry to pensioner for cost of eggs - and reveals how he likes them.
— Yasmina (@yasminalombaert) December 14, 2023
A resident of Russia asks the Russian dictator about the rising prices in the country.
She says a dozen eggs has increased to 220 roubles, while a kilogram of chicken breast has more than doubled… pic.twitter.com/dpp3U43AFB
ADVERTISEMENT
વાત એમ છે કે રશિયામાં માત્ર એક વર્ષમાં જ ભાવમાં ભારે વધારો થયો છે. કહેવાય છે કે ઈંડાની કિંમતમાં 40 ટકાનો વધારો થયો છે. વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં મીડિયા સાથે વાત કરે છે. આ વાતચીત દરમિયાન તેણે માફી માંગી હતી. ઈરિના અકોપોવા નામની એક વૃદ્ધ મહિલાએ ઈંડા અને ચિકનની વધતી કિંમતો અંગે સવાલો ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. તેની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને રશિયામાં ફુગાવો ઝડપથી વધ્યો છે.
રશિયાની એક એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં ઈંડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. રશિયામાં એક ડઝન ઇંડાની કિંમત $1.8 પર પહોંચી ગઈ છે. બે મહિના પહેલા તે $1.4 માં મળતા હતા. એક અહેવાલ અનુસાર, રશિયાએ 2022માં 1.2 બિલિયન ઇંડાની નિકાસ કરી હતી જે ઈંડાની નિકાસનો 15 ટકા હતો. જો કે, યુદ્ધની શરૂઆતથી, રશિયા ખૂબ મુશ્કેલીથી ઇંડાની નિકાસ કરી શક્યું છે. રશિયન નિકાસકારો હવે ઘણા દેશોમાં તેમનો માલ મોકલવામાં અસમર્થ છે. તે જ સમયે પ્રતિબંધોને લીધે, ઉચ્ચ ગુણવત્તાવાળા ઇંડા માટે ઉપયોગમાં લેવાતી ઘણી તકનીકો ઉપલબ્ધ નથી.
"I spoke with the Minister of Agriculture not long ago, asking him how things were with *eggs. (laughter) They say everything is in order." - Vladimir Putin on the rise in egg prices. pic.twitter.com/K92301bUtA
— Russian Market (@runews) December 14, 2023
અગાઉ ચિકન પ્રોટીન અને અનાજ પણ અન્ય દેશોમાંથી આવતા હતા પણ હાલની સ્થિતિમાં ઈંડાનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થયો છે. પ્રતિબંધોને કારણે પરિસ્થિતિ એવી છે કે ઘણા ખેડૂતો તેમના મરઘાને રોગોથી બચાવી શકતા નથી. પુતિને એ પણ સ્વીકાર્યું છે કે માંગ વધવા છતાં દેશમાં ઉત્પાદન વધી રહ્યું નથી. તેમણે કહ્યું કે સુધારણા માટે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવશે. રશિયા ઈંડા પરની ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે.
રશિયાનો મોંઘવારી દર ગઈકાલે વધીને 7.4 થયો. પુતિને એમ પણ કહ્યું કે મોંઘવારી વધુ વધી શકે છે. આ વર્ષે આ દર વધીને 8 ટકા થઈ શકે છે. આ રીતે વધતી મોંઘવારી એમ દર્શાવી રહી છે કે રશિયાની અર્થવ્યવસ્થા પણ સંકટનો સામનો કરી રહી છે. આર્થિક નિષ્ણાતો પણ રશિયા માટે સારા સંકેત નથી આપી રહ્યા. સાથે જ પુતિન આશા વ્યક્ત કરી રહ્યા છે કે દેશની આર્થિક સ્થિતિ જલ્દી સુધરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.