બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / russia ukraine war mcdonalds starbucks coke pepsi closed business russia

RUSSIA UKRAINE WAR / યુક્રેન પર આક્રમણ કરી રશિયા બરાબરનું ફસાયું, મેકડોનલ્ડ્સ સહિતની દિગ્ગજ કંપનીએ વેપાર બંધ કર્યા

Pravin

Last Updated: 03:23 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેકડોનલ્ડ્સ, સ્ટારબક્સ, કોકા-કોલા, પેપ્સિકો અને જનરલ ઈલેક્ટ્રિકને જાહેરાત કરી છે કે, તે યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં રશિયામાં પોતાના વેપારને અસ્થાયી રીતે બંધ કરી રહ્યા છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
  • જંગમાં યુક્રેન આપી રહ્યું છે ટક્કર
  • રશિયા પર લાગી રહ્યા છે ચારેબાજૂથી પ્રતિબંધો

મેકડોનલ્ડ્સ, સ્ટારબક્સ, કોકા-કોલા, પેપ્સિકો અને જનરલ ઈલેક્ટ્રિકને જાહેરાત કરી છે કે, તે યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં રશિયામાં પોતાના વેપારને અસ્થાયી રીતે બંધ કરી રહ્યા છે. મેકડોનલ્ડ્સના અધ્યક્ષ અને સીઈઓ ક્રિસ કેમ્પકિંસ્કીએ કર્મચારીઓને એક ખુલ્લો પત્ર લખી કહ્યુ છે કે, અમારા મૂલ્યોનો અર્થ છે કે, અમે યુક્રેનમાં બિનજરૂરી માનવીય પીડાને નજરઅંદાજ કરી શકતા નથી.

850 સ્ટોર બંધ કરશે

શિકાગો સ્થિત બર્ગરની દિગ્ગજ કંપનીએ કહ્યું કે, તે અસ્થાયી રીતે 850 સ્ટોર બંધ કરી દેશે, પણ રશિયામાં પોતાના 62,000 કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. કેમ્પજિંસ્કીએ કહ્યું કે, એ જાણવું અશક્ય છે કે, કંપનીએ પોતાના સ્ટોરને ફરીથી ક્યારે ખોલશે.

 

કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે

ગત શુક્રવારે, સ્ટારબક્સે કહ્યું હતુ કે, તે પોતાના 130 રશિયાના સ્ટોરોમાંથી યુક્રેનમાં માનવીય રાહતના પ્રયાસો માટે દાન કરી રહ્યું હતું. પણ મંગળવારે કંપનીએ પોતાનું વલણ બદલી નાખ્યું અને કહ્યું કે, તે આ સ્ટોરનો હંગામી ધોરણે બંધ કરી દેશે. સ્ટારબક્સના અધ્યક્ષ અને સીઈઓ કેવિન જોનસને કર્મચારીઓને એક ખુલ્લા પત્રમાં કહ્યું- અલશયા સમૂહ સ્ટારબક્સના 2000 રશિયાના કર્મચારીઓને ચૂકવણી ચાલુ રાખશે.

જોનસને લખ્યું કે, આ ગતિશિલ સ્થિતિના માધ્યમથી અમે નિર્ણય લેવાનું ચાલુ રાખીશુ, જે આપણા મિશન અને મૂલ્યો માટે યોગ્ય છે અને પારદર્શિતા સાથે સંવાદ કરે છે.

કોકા કોલાએ પણ લીધો આ નિર્ણય

કોકા કોલા કંપનીએ ઘોષણા કરી છે કે, તે રશિયામાં પોતાના કારોબારને બંધ કરી રહી છે, પણ તેમણે અમુક વિવરણ આપ્યા છે. કોકાના ભાગીદાર સ્વિટ્ઝરલેન્ડ સ્થિત કોકા-કોલા હેલેનિક બોટલિંગ કંપની પાસે રશિયામાં 10 બોટલિંગ પ્લાન્ટ છે, જે તેનું સૌથી મોટુ બજાર છે. કોકા-કોલા હેલેનિક બોટલિંગ કંપનીમાં કોકની 21 ટકા ભાગીદારી છે. 

રશિયામાં પેય પદાર્થોના વેચાણ બંધ કર્યા

પેપ્સિકો અને જનરલ ઈલેક્ટ્રિક બંનેએ પોતાના રશિયા કારોબારને આંશિક રીતે બંધ કરવાની ઘોષણા કરી છે. ન્યૂયોર્ક પરચેઝમાં આવેલી પેપ્સીએ કહ્યું કે, તે રશિયામાં પેય પદાર્થોના વેચાણને બંધ કરી રહ્યા છે. આ કોઈ પણ મૂડી રોકાણ અને પ્રચાર ગતિવિધિઓને પણ નિલંબિત કરી દેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ