બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit is the first Indian player to set this record

સ્પોર્ટ્સ / આ રેકોર્ડ બનાવનાર રોહીત પહેલો ભારતીય ખેલાડી, દુનિયામાં માત્ર 3 ખેલાડી કરી શક્યા છે આ કામ

Kinjari

Last Updated: 10:54 AM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 ઇન્ટરનેશનલના નવા કેપ્ટન રોહિત શર્માને તેના છગ્ગા માટે ઓળખવામાં આવે છે. હિટમેન ચોગ્ગા છગ્ગાનો વરસાદ ન કરે તેવું ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં જ તેણે જોરદાર રેકોર્ડ બનાવી દીધો છે.

  • હીટમેન રોહીત શર્માનો અનોખો રેકોર્ડ
  • આ રેકોર્ડ બનાવનાર પહેલો ભારતીય ખેલાડી
  • દુનિયામાં ફક્ત 3 ખેલાડીના નામે આ રેકોર્ડ

આ રેકોર્ડ બનાવ્યો
ટી20 સિરીઝની બીજી મૅચમાં  એક છગ્ગો લગાવતાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 450 છગ્ગા પુરા કર્યા હતા. રોહિતે એક એવો રેકોર્ડ બનાવ્યો જે આજસુધી કોઇ ભારતીય ખેલાડજી બનાવી શક્યો નથી. તે દુનિયાનો ત્રીજો બેટ્સમેન છે જેણે 450 છગ્ગા પુરા કર્યા હોય. આ પહેલા શાહિદ આફરીદી અને ક્રિસ ગેલે આ કામ કરી બતાવ્યું હતું. 

 

 

ગેલના નામે સૌથી વધુ છગ્ગા
ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે શાહિદ આફ્રિદીએ 476 છગ્ગા ફટકાર્યા છે. આ સિવાય રોહિત શર્માએ શુક્રવારે વધુ એક ખાસ સિદ્ધિ મેળવી છે. 'હિટમેન' રોહિત શર્માએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 454 સિક્સર ફટકારી છે. આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 63, ODI ક્રિકેટમાં 244 અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 147 સિક્સ ફટકારી છે. રોહિતે 404 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે, જ્યારે શાહિદ આફ્રિદીએ 487 અને ક્રિસ ગેલે 499 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો છે.

 

 

સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સર
1. ક્રિસ ગેલ - 553 સિક્સર (વેસ્ટ ઈન્ડિઝ)
2. શાહિદ આફ્રિદી - 476 સિક્સર (પાકિસ્તાન)
3. રોહિત શર્મા - 454 સિક્સર (ભારત)
4. બ્રેન્ડન મેક્કુલમ - 398 સિક્સર (ન્યૂઝીલેન્ડ) 
5. માર્ટિન ગુપ્ટિલ 363 સિક્સર ( ન્યૂઝીલેન્ડ)
6. એમએસ ધોની - 359 સિક્સર (ભારત)

આ કામ કરનાર તે બીજો બેટ્સમેન હશે
જો રોહિત શર્મા બાકીની બે મેચમાં 3 સિક્સર ફટકારે છે તો તેની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150 સિક્સર થઈ જશે. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બની જશે. તેના પહેલા માત્ર ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 150 સિક્સર ફટકારી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ