કેન્દ્ર સરકારે પત્ર લખીને રાજ્યોને એલર્ટ કર્યા છે. સરકારે પત્રમાં લખ્યું છે કે, 'કોરોના સંક્રમણને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાવા જોઈએ.'
કેન્દ્ર સરકારે પત્ર લખીને રાજ્યોને એલર્ટ કર્યા
કોરોના સંક્રમણને રોકવા જરૂરી પગલાં લેવા આદેશ
5 પોઈન્ટ એક્શન પ્લાન પર જોર આપવા જણાવ્યું
દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ ફરીથી ચિંતા વધારી દીધી છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે. કેન્દ્ર દ્વારા મંગળવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમને એલર્ટ કરવામાં આવ્યા છે.
5 પોઈન્ટ એક્શન પ્લાન પર જોર આપવા જણાવ્યું
સરકારે જણાવ્યું કે, આ રાજ્યોએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ચાંપતી નજર રાખવી જોઈએ અને જો ચિંતાવાળા ક્ષેત્રોમાં જરૂરિયાત પડે તો અગાઉથી જ પગલાં લેવા માટે તૈયાર રહેવું જોઈએ.
ઢીલાશ રાખશો તો લડાઇ હારી જશો
પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, 'રાજ્યો સખતમાં સખત તકેદારી રાખે અને કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જો જરૂરી લાગે તો ચિંતાવાળા ક્ષેત્રોએ અગાઉથી જ પગલાં લઇ લેવાં.' તેમણે પત્રમાં એમ પણ કહ્યું છે કે, કોઈ પણ સ્તર પરની શિથિલતા કોવિડના પ્રતિબંધમાં અત્યાર સુધીની ઉપલબ્ધિને હરાવી દેશે.
ઉલ્લેખનીય છે કે, આ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં આ અઠવાડિયામાં સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો દિલ્હીની જ વાત કરીએ તો મંગળવારે કોરોનાના નવા 632 કેસ સામે આવ્યા હતાં જ્યારે સંક્રમણનો દર 4.42 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી કોઈનું મોત થયું નથી. આ સાથે દિલ્હીમાં સોમવારે કોરોનાના નવા 501 કેસ નોંધાયા હતાં. રવિવારે 517 નવા કેસ નોંધાયા હતા. સંક્રમણ દરમાં સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.
ગૌતમબુદ્ધ નગરમાં મંગળવારે 107 નવા કેસ નોંધાયા હતાં જેમાંથી 33 તો બાળકો હતાં
અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં મંગળવારે 107 નવા કેસ નોંધાયા હતાં જેમાંથી 33 તો બાળકો હતાં. દિલ્હીથી નજીક આવેલ ગૌતમબુદ્ધ નગરમાં એક્ટિવ કેસની સંખ્યા 411 એ પહોંચી ગઈ છે. સોમવારે શહેરમાં 65 નવા કેસ નોંધાયા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ -19 ના 137 કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતાં. જેનાથી રાજ્યમાં તેની સંખ્યા 78,76,041 થઈ ગઇ છે અને રાજ્યમાં આંકડો 1,47,830 એ પહોંચ્યો છે. સોમવારે અહીંયા 59 કેસ મળી આવ્યા હતાં જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા શૂન્ય હતી. મુંબઈમાં 85 કેસ છે, જ્યારે ત્રણ મૃત્યુમાંથી બે પુણે શહેરમાં અને એક પરભણીમાં છે.