બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / Reality Check in Rajkot and Surat District Panchayat by VTV NEWS

VTV રિયાલિટી ચેક / જિલ્લા પંચાયતમાં "લેટ"રાજ: 10.30નો હાજર થવાનો સમય, લાઇટ-પંખા પણ ચાલુ છતાં કર્મચારીઓ ગુમ!

Priyakant

Last Updated: 01:09 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Reality Check News: VTV NEWS દ્વારા આજે રાજકોટ અને સુરતમાં રિયાલિટી ચેક, સવારે 10:30 વાગ્યા સુધી પણ અનેક કર્મચારીઓ કે અધિકારીઓ ઓફિસ ન પહોંચ્યા હોવાનું સામે આવ્યું

  • રાજકોટ અને સુરત  જિલ્લા પંચાયતમાં 'રામરાજ'
  • VTV NEWS દ્વારા બંને જિલ્લા પંચાયતોમાં રિયાલિટી ચેક
  • અધિકારીઓને નથી સમયની કદર, 10:30 કલાક સુધી ન આવ્યા અધિકારી
  • અધિકારીઓ સમય પર નથી આવતા, 10:30 કલાકે ઓફિસો ખાલી

ગુજરાતની અનેક જિલ્લા પંચાયતોમાં  "લેટ"રાજ એટલે કે કર્મચારીઓ મોડા આવતા હોય છે. આ તરફ હવે VTV NEWS દ્વારા આજે રાજકોટ અને સુરતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 10:30 વાગ્યા સુધી પણ અનેક કર્મચારીઓ કે અધિકારીઓ ઓફિસ ન પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. VTV NEWSના કેમેરામાં જિલ્લા પંચાયતની શાખામાં ખાલી ખુરશીઓ કેદ થઈ હતી. આ સાથે અધિકારીઓ વગરની ચેમ્બરમાં લાઈટ-પંખા પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટ જિલ્લા પંચાયતમાં "લેટ"રાજ
રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પંચાયતમાં કર્મીઓ-અધિકારીની પોલમપોલ સામે આવી છે. વિગતો મુજબ VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન 10.30 વાગ્યા છતા કર્મીઓ-અધિકારીઓ ઓફિસ પહોંચ્યા ન હોવાનું સામે આવ્યું હતું. 

જિલ્લા પંચાયતની શાખામાં ખુરશીઓ ખાલી
VTV NEWSના રિયાલિટી ચેક દરમિયાન જિલ્લા પંચાયતની શાખામાં ખુરશીઓ ખાલી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ સાથે અધિકારીઓ વગરની ચેમ્બરમાં લાઈટ-પંખા પણ ચાલુ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ કર્મચારીઓના મોડા આવવાનો મુદ્દે કારોબારી સમિતિમાં ઉઠ્યો હતો. જેમાં મોડા આવતા કર્મચારીઓના પગાર કાપવાની વાત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ કરી હતી. આજે જિલ્લા પંચાયતની પંચાયત શાખા, મહેકમ શાખા, વિકાસ શાખા, શિક્ષણ શાખામાં રિયાલિટી ચેક દરમિયાન અધિકારી સહીત કર્મીઓ મોડા આવતા ખુરશીઓ ખાલી જોવા મળી. આ તરફ શિક્ષણ શાખામાં કામ માટે આવેલા અરજદાર પરેશાન થયા હતા. 

સુરત જિલ્લા પંચાયતમાં VTV NEWSનું રિયાલિટી ચેક
આજે VTV NEWS દ્વારા સુરત જિલ્લા પંચાયતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રીયાલિટી ચેકમાં અધિકારીઓ મોડા આવતા હોવાનું સામે આવ્યું. આજે 10:40 વાગ્યે અધિકારી અને કર્મચારીઓ ઓફિસ પહોંચ્યા નહોતા. આ સાથે સમાજ કલ્યાણ વિભાગમાં 10:40 કલાકે એક પણ કર્મચારી હાજર નહોતા. આ ટફ અધિકારીઓ વિના ચેમ્બરમાં લાઈટ-પંખા ચાલુ જોવા મળ્યા તો અધિકારીઓના મોડા આવવાથી અરજદારો પરેશાન બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ