બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB vs DC: Virat Kohli catch out after completing half century in the IPL 2023

IPL 2023 / સિક્સ ફટકારી, ફિફ્ટી કરી પછી કોહલી કરી બેઠો મોટી ભૂલ, અનુષ્કા શર્મા બોલી- ‘Ohh My God’

Vaidehi

Last Updated: 08:06 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs DC: વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સની સામે 33 બોલ્સમાં 50 રન પૂરાં કર્યાં. આજની મેચમાં તેમના આઉટ થવા પર અનુષ્કા શર્મા ચોંકી ઊઠી હતી.

  • RCB vs DCની મેચ બાદ વિરાટ ચર્ચામાં
  • ધમાકેદાર શરૂઆત કર્યાં બાદ વિરાટ થયાં રન આઉટ
  • અનુષ્કાનાં મુખમાંથી પણ નિકળી ગયું - OMG

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનાં સ્ટ્રાઈક રેટ ભલે વાદ-વિવાદ ચાલતાં હોય પરંતુ બેંગલોરનાં પૂર્વ કેપ્ટન  હાલમાં સતત મેચમાં રન સ્કોર બનાવી રહ્યાં છે. IPL 2023ની પોતાની ચોથી મેચમાં વિરાટ કોહલીએ વધુ એક શાનદાર અર્ધશતક પૂર્ણ કર્યું અને દિલ્હીની સામે બેંગલોકને ધમાકેદાર સ્થિતિમાં પહોંચાડ્યું. જો કે વિરાટ પોતાની ઈનિંગને વધુ આગળ ન ખેંચી શક્યાં. તેમના આઉટ થવા પર અનુષ્કા શર્મા ચોંકી ઊઠી હતી.

કોહલીએ  ધમાકેદાર શરૂઆત કરી
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થોડા દિવસો પહેલાં 61 રનોની ઈનિંગ રમનારા કોહલીએ ફરી એકવાર બેંગલોર માટે શાનદાર રન બનાવ્યાં. ટીમની પહેલી બેટિંગ આવતાં કોહલીએ  ધમાકેદાર શરૂઆત કરી. કોહલીએ પહેલી જ ઓવરમાં 2 ચોગ્ગાં ફટકાર્યાં. જો કે ડુપ્લેસીનાં જલ્દી આઉટ થઈ જવા પર સ્પીડ થોડી ઘટી ગઈ હતી. પરંતુ કોહલીએ તેના બાદ કેટલાક સારા શોટ્સ રમીને ટીમને રિકવર કરવામાં મદદ કરી હતી.

પહેલા શાનદાર 50 રન પછી કરી દીધી ભૂલ
કોહલીએ 10મી ઓવરમાં મુસ્તફિજુર રહમાનનાં બોલ પર ચોગ્ગો માર્યો અને પછી છગ્ગો પણ ફટકાર્યો. આ ઓવરનાં છેલ્લાં બોલ પર કોહલીએ એક રન લીધો અને 33 બોલમાં આ સીઝનનો પોતાનો ત્રીજો અર્ધશતક પૂર્ણ કર્યો. ફિફ્ટી પૂર્ણ કર્યાં બાદ કોહલીએ જોશમાં પોતાની છાતી પર ઉત્સાહમાં આવીને પંચ કર્યો. પરંતુ 11મી ઓવરનાં પહેલા બોલ પર જ કોહલી આઉટ થઈ ગયાં.

અનુષ્કા સહિત સૌ કોઈ ચોંકી ગયાં
કોહલી જે રીતે આઉટ થયાં તેનાથી ન માત્ર અનુષ્કા પરંતુ સૌ કોઈ ચોંકી ઊઠ્યું હતું. લલિત યાદવે એક ફુલ ટોસ ફેક્યો અને તેના પર છગ્ગો ફટકારવાનાં ચક્કરમાં કોહલીએ ઘણો ઊંચો શૉટ માર્યો. ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર તે કેચ આઉટ થઈ ગયાં.

અનુષ્કા ચોંકીને બોલી OMG
જે સમયે કોહલી રનની સ્પીડ વધારી રહ્યાં હતાં અને ટીમને મોટા સ્કોર તરફ લઈ જતા હતાં તે વખતે જ આઉટ થવાને લીધે ટીમને મોટો ઝટકો લાગ્યો. તેઓ જે અંદાજમાં આઉટ થયાં તેનાથી કોહલી ખુદ તો ચોંક્યાં જ પરંતુ પત્ની અનુષ્કા શર્મા પણ દંગ રહી ગયાં. કોહલીનાં આઉટ થયાની સાથે જ સ્ક્રીન પર અનુષ્કા શર્મા દેખાઈ. આશ્ચર્યચકિત અનુષ્કાનાં મુખથી નિકળી પડ્યું- ઓહ માય ગોડ!
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ