બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rbi gives bank customers many rights which use for file complaint of negligence

જાણવા જેવું / બેંકના કર્મચારીઓ કરે છે માથાકૂટ? તો કસ્ટમરે ગભરાવાની નથી જરૂર, તુરંત અહીં ફરિયાદ કરો, લેવાશે એક્શન!

Arohi

Last Updated: 12:20 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Customers Rights: બેંકમાં કર્મચારીઓની બેદરકારીના કારણે થતી મુશ્કેલીઓની ફરીયાદ કરવા પર સ્થાનીક બ્રાંચ મેનેજર કોઈ કાર્યવાહી ન કરે તો તમે બેંકિંગ લોકપાલને પોતાની મુશ્કેલીઓ જણાવીને સમસ્યાનું સમાધાન લાવી શકો છો.

  • બેંકના કર્મચારીઓ કરે છે માથાકૂટ?
  • તુરંત અહીં ફરિયાદ કરો
  • દરેક સમસ્યાનું મળશે સમાધાન 

તમે તમારા કોઈ પણ કામ માટે બેંકમાં જાઓ અને ત્યાં હાજર કર્મચારી તમારૂ કામ કરવામાં બેદરકારી બતાવે તો ખૂબ મુશ્કેલી થાય છે. પરંતુ તમારા કામને ડ્યુટીના કલાકોમાં ન કરીઆપતા કર્મચારીઓ પર હવે તરત એક્શન લઈ શકાય છે. RBIએ બેંક ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકાર આપ્યા છે અને તમામ સુવિધાઓ આપી છે. જેના દ્વારા તમે કોઈ પણ મુશ્કેલીઓની ફરિયાદ કરી શકો છો. 

RBIએ ગ્રાહકોને આપ્યા છે ઘણા અધિકાર 
હકીકતે બેંક ગ્રાહકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો જાણકારીના અભાવમાં કરવો પડે છે. કારણ કે આવી સ્થિતિ આવે ત્યારે તેમની પાસે કયા કયા અધિકાર છે તેના વિશે વધારે લોકોને જાણકારી નથી. જ્યારે તમને આ પ્રકારની બેદરકારી લાગે તો તમે કર્મચારીઓ પર કાર્યવાહી કરાવી શકો છો. 

બેંક ગ્રાહકોને ઘણા એવા અધિકાર મળ્યા છે. જેની જાણકારી સામાન્ય રીતે કસ્ટમર્સને નથી હોતી. ગ્રાહકોની સાથે બેંક યોગ્ય વ્યવહાર કરે તે જરૂરી છે. બેંકમાં ગ્રાહકનું કામ ન થાય તો તે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. 

કરો આ કામ 
પોતાના અધિકારોની જાણકારીના અભાવમાં ગ્રાહક કર્મચારીઓના બેદરકારી ભર્યા વર્તનનો શિકાર થઈને પોતાના કામ માટે આમતેમ ભટકે છે અને કલાકો સુધી રાહ જુએ છે. પરંતુ તમારી સાથે જો આગળ આ પ્રકારનો કોઈ મામલો સામે આવે તો જાણી લો કે તમે તે કર્મચારીની ફરીયાદ સીધી બેંકિંગ લોકપાલને કરી શકો છો અને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. 

તમારે બસ એટલું કરવાનું રહેશે કે આવી મુશ્કેલી આવવા પર શાંત રહીને બેસવાની જરૂર નથી. પરંતુ કોઈ બેંક કર્મી તમારા કામને કરવામાં મોડુ કરે તો સૌથી પહેલા બેંકના મેનેજર કે નોડલ ઓફિસરની પાસે જઈને તમારી ફરિયાદ નોંધાવો. 

બેંક કસ્ટમર્સની પાસે ફરિયાદ કરવાની આ રીતો 
બેંક ગ્રાહક પોતાની ફરિયાદને ગ્રીવેંસ રિડ્રેસલ નંબર પર નોંધાવી શકે છે. હકીકતે ગ્રાહકોની ફરિયાદ દોવા માટે લગભગ દરેક બેંકની ગ્રીવેંસ રિડ્રેસલ ફોરમ હોય છે. જેના દ્વારા પ્રાપ્ત ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. 

તેના માટે તમે જે બેંકના ગ્રાહક છો તે બેંકના ગ્રીવેંસ રિડ્રેસલ નંબર લઈને ફરિયાદ કરી શકો છો. તેના ઉપરાંત બેંકને ટોલફ્રી નંબર પર કોલ કરવા કે પછી બેંકના ઓનલાઈન પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવાની સુવિધા આપવામાં આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ