બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / RBI debit and credit card rules are changing from 1 october

તમારા કામનું / Online Payment કરતાં હોવ તો ખાસ જાણી લેજો: બે જ દિવસમાં બદલાઈ જશે નિયમો

Hiren

Last Updated: 05:29 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું માનવું છે કે આજકાલ ગ્રાહકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી લીક થઇ જવાના લીધે તેમની સાથે ફ્રોડ થવાનો રિસ્ક વધતો જાય છે. તેથી કાર્ડના બદલે પેમેન્ટ કરવાની વ્યવસ્થા શરૂ કરવાથી આ સમસ્યાનું નિવારણ આવી શકે છે.

  • ONLINE PAYMENT સિસ્ટમ બદલાશે
  • 1 ઑક્ટોબરથી લાગુ થશે નવી સિસ્ટમ
  • ફ્રોડ થવાનો રિસ્ક ઘટશે

સપ્ટેમ્બર મહિનાનો અંત આવી ચૂક્યો છે અને ઑક્ટોબર હવે ઘણાં બદલાવો લઇને આવી રહ્યો છે. જેમાં RBIનું  કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશન (CoF card tokenisation) નિયમ પણ લાગુ થવા જઇ રહ્યો છે. આ સિસ્ટમને લીધે એક તરફ કાર્ડ હોલ્ડરર્સના પેમેન્ટ કરવાની સુવિધામાં વધારો તો થશે જ સાથે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન પહેલાથી વધુ સુરક્ષિત થશે.

1 ઑક્ટોબરથી લાગુ થશે ટોકનાઇઝેશન
ભારતિય રિઝર્વ બેંક 1 ઑક્ટોબર 2022થી ટોકનાઇઝેશન કરવા જઇ રહી છે. આ નવી પદ્ધતિમાં જ્યારે પણ યૂઝર ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોઇન્ટ ઑફ સેલ (pos)  મશીનથી ઓફલાઇન કે કોઇપણ એપથી પેમેન્ટ કરશે તો કાર્ડની ડિટેલ્સ ઇનક્રિપ્ટેડ ટોકન્સના રૂપે સ્ટોર થશે એટલે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ડાટા સ્ટોર નહીં કરી શકે. તેના બદલે પેમેન્ટ કંપનીઓને એક વૈકલ્પિક કોડ આપવો પડશે જેને ટોકન નામ આપવામાં આવ્યું છે.

આ રીતે કામ કરશે સિસ્ટમ
ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ થયા બાદ પેમેન્ટ કંપનીઓને એક વૈકલ્પિક કોડ એટલે કે ટોકન આપવો પડશે, જે મોટાભાગે યૂનિક હશે અને કેટલાક કાર્ડ માટે એક જ ટોકનનો ઉપયોગ થઇ શકે છે.  તેનાથી ચૂકવણીની રીત બદલાઇ જશે કારણકે ઓનલાઇન પેમેન્ટ કરતાં સમયે તમને તમારા કાર્ડના બદલે માત્ર આ યૂનિક કોડનો જ ઉપયોગ કરવાનો રહેશે.

RBI એ તમામ ઓપરેટિંગ બેંકોના કાર્ડ વિવરણ માટે ટોકનના કોડ જનરેટ કરવા માટે આદેશ આપ્યો છે. આરબીઆઇનું માનવું છે કે ગ્રહકોના કાર્ડની ડિટેલ્સ લીક થવાથી તેમની સાથે ફ્રોડના કેસ વધી રહ્યાં છે જેના લીધે કાર્ડના બદલે ટોકન પેમેન્ટ વ્યવસ્થા લાગુ કરવાથી ફ્રોડના કેસ ઘટશે.

ચાર્જ લાગશે કે નહીં?
આ નવી સુવિધાનો લાભ લેવા માટે યૂઝર્સે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહીં. સાથે જ તેનો ઉપયોગ ગ્રાહક કઇરીતે કરવા ઇચ્છે છે તેનો નિર્ણય કરવાનો હક પણ તેમના પાસે જ રહેશે. જો ગ્રાહક ઇચ્છશે તો જ તેમને ટોકન આપવામાં આવશે નહિંતર જૂની પદ્ધતિથી પણ પેમેન્ટ કરી શકાશે. TOKENISATION સિસ્ટમથી વીઝા, માસ્ટરકાર્ડ અને રૂપેય જેવા કાર્ડ નેટવર્ક થકી ટોકન નંબર આપવામાં આવશે.

ડેડલાઇન પોસ્ટપોન થશે નહીં
TOKENISATION લાગુ પાડવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી શરૂ થઇ ગઇ છે. પરંતુ તેના અમલીકરણની ડેડલાઇન 2 વખત વધારવામાં આવી હતી. પહેલા 1 જાન્યૂઆરી 2022થી અમલમાં આવવાની હતી પરંતુ તેની સમયસીમા 31 ડિસેમ્બર 2021થી વધારીને 20 જૂન કરવામાં આવી. ત્યારબાદ સમયસીમા ફરી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી. પરંતુ હવે આ સમયસીમા વધે તેની સંભાવના ઓછી દેખાઇ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ