બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ranveer's fans got angry, Mukesh Khanna had to delete the video of "Shaktiman"

બોલીવૂડ / રણવીરના ચાહકો થયા ગુસ્સે,મુકેશ ખન્નાએ "શક્તિમાન"વાળો વીડિયો કરવો પડ્યો ડિલીટ

Vishal Khamar

Last Updated: 04:15 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી કે ડોન 3 પછી રણવીર સિંહ "શક્તિમાન" મુવી માટે શૂટિંગ શરૂ કરશે. આ ખબર સોશિયલ મીડિયામાં ઉછળ્યા બાદ "શક્તિમાન"શોના નિર્માતા મુકેશ ખન્નાએ કહ્યું કે તે ક્યારેય રણવીરને આ રોલ ભજવવા નહીં દે. મુકેશ ખન્નાએ રણવીર સિંહ પર નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ રણવીર સિંહના ફોલોઅર્સે મુકેશ ખન્નાનો ઉધડો લેતા ખન્નાએ વીડિયો કરી નાખ્યો હતો.

DD નેશનલ પર આવતા "શક્તિમાન" નામના Showથી મુકેશ ખન્નાને ઘણી ચાહના મળી હતી. હવે આ લોકપ્રિય શોની ફિલ્મ બનવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. અગાઉ સોની પિક્ચર્સ ઇન્ડિયાએ પણ જાહેરાત કરી કે તે આ ટીવી શોને ફિલ્મ તરીકે બનાવશે. આ જાહેરાત બાદથી ચર્ચાઓ થઈ રહી હતી કે રણવીર સિંહ આ ફિલ્મમાં સુપરહીરોનો રોલ કરશે. જો કે હવે મુકેશ ખન્નાએ એક પોસ્ટ અને વીડિયો દ્વારા આવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. મુકેશ ખન્નાએ રણવીર સિંહ વિષે ઘસાતુ પણ બોલ્યુ હતુ અને તેમને આ મુદ્દે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ બાદમાં તેમને આ વીડિયો ડિલીટ કરવો પડ્યો હતો.

મુકેશ ખન્ના અવારનવાર વિવાદાસ્પદના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમને બેકફુટ પર આવવુ પડ્યુ છે. રણવીર સિંહ પર બનાવેલો વીડિયો હટાવવો પડ્યો     છે. તે વીડિયોમાં ખન્ના દ્વારા ફિલ્મ 'શક્તિમાન' વિશે કેટલીક અણછાજતી વાતો કહેવામાં આવી હતી.

ડિલીટ કરેલા વિડિયોમાં મુકેશ ખન્નાએ રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો ઉલ્લેખ કર્યો હતો અને તેને 'બાલીસ' ગણાવ્યો હતો. મુકેશ ખન્નાએ કહ્યુ હતુ કે, આવી વ્યક્તિ 'શક્તિમાન'ના રોલ માટે યોગ્ય નથી. તેમને એમ પણ કહ્યું હતુ કે રણવીર સિંહ ક્યારેય આ રોલને આકાર ન આપી શકે. જો તેઓ તેમના શરીરનું પ્રદર્શન કરવા માંગતા હોય તો તેમણે એવા રોલની શોધ કરવી જોઈયે જ્યાં ન્યૂડિટી બતાવી શકાય.

વાંચવા જેવું: ઘરે બેઠા બેઠા વોટર લિસ્ટમાં ઓનલાઈન ચેક કરો તમારું નામ, આ છે સરળ સ્ટેપ્સ

રિપોર્ટ અનુસાર "શક્તિમાન" પર આધારિત આ ફિલ્મને લખવામાં ત્રણ વર્ષ લાગ્યા છે જેને સોની પિક્ચર્સ અને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. આ સમાચાર બાદ મુકેશ ખન્નાએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પરંતુ મુકેશ ખન્નાના આ વીડિયો બાદ રણવીર સિંહના ચાહકો નારાજ થઈ જતા ખન્નાએ તેમનો આ વીડિયો ડિલીટ કરી નાખ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ