બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot's PSI Hardev Singh Raizada's big scam: Lakhs of rupees extorted from jewellers

છેતરપિંડી / રાજકોટના PSI હરદેવસિંહ રાયજાદાનું મોટું કારસ્તાન: આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા

Priyakant

Last Updated: 12:49 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી, આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી PSIએ રૂપિયા 2 લાખ 25 હજાર પડાવ્યા

  • રાજકોટના PSI હરદેવસિંહ રાયજાદા પર આરોપ
  • સુરતના જ્વેલર્સને ઇન્સ્ટાગ્રામ પર PSI સાથે થઈ હતી મિત્રતા
  • PSIએ વેપારીને અડાજણની હોટલમાં મળવા બોલાવ્યા હતા 
  • PSIએ પોતે પ્રતિષ્ઠિત અને વગદાર હોવાનું કહી પડાવ્યા રૂપિયા
  • જ્વેલર્સે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ અરજી કરી

રાજકોટના PSI નું સુરતમાં કારસ્તાન સામે આવ્યું છે. વિગતો મુજબ PSIએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ જ્વેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે જ્વેલર્સે ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેને લઈ હવે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. 

રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ રાયજાદાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, PSI હરદેવસિંહ રાયજાદા સામે ગંભીર આરોપો થયા છે. આરોપો મુજબ આંગડિયા અને બાતમીદારના નામે જ્વેલર્સ પાસેથી PSIએ રૂપિયા 2 લાખ 25 હજાર પડાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. 

PSI હરદેવસિંહ રાયજાદા (File Photo)

શું છે સમગ્ર મામલો ? 
આરોપો મુજબ રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ રાયજાદા અને સુરતના એક જવેલર્સ સાથે મિત્રતા થઈ હતી. જોકે હવે જ્વેલર્સને ઇન્સ્ટાગ્રામ પર PSI સાથેની મિત્રતા ભારે પડી છે. આરોપો મુજબ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ રાજકોટના PSIએ આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. 

તો શું PSIએ 2.25 લાખ પડાવ્યા ? 
આ તરફ ગંભીર આરોપો મુજબ PSIએ જવેલર્સ પાસેથી આંગડિયા અને બાતમીદારના નામે જવેલર્સ પાસેથી રૂ.2.25 લાખ પડાવ્યા હતા. આ તરફ PSIએ વેપારીને અડાજણની હોટલમાં મળવા બોલાવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. આ સાથે 1 કલાકની મુલાકાતમાં પોતે પ્રતિષ્ઠીત અને વગદાર હોવાનું કહી હાક જમાવી હતી. આ તરફ સમગ્ર મામલે જવેલર્સ દ્વારા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ