બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Balaji Temple Controversy: Vivek Swami gave an important statement

BIG BREAKING / રાજકોટ બાલાજી મંદિર વિવાદનો સુખદ અંત: વિવેક સ્વામીએ કહ્યું કે, 'એ જ જગ્યાએ થશે ગણપતિ મહોત્સવ'

Malay

Last Updated: 02:16 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે થયું સમાધાન, વિવેક સ્વામીએ કહ્યું કે ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ યોજાશે.

  • બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજાશે
  • બાલાજી મંદિરના સ્વામી વિવેક સ્વામીએ આપી માહિતી
  • બાલાજી મંદિરના સ્વામીએ સર્જ્યો હતો વિવાદ  
  • અગાઉ ગણેશ ઉત્સવ ન યોજવા વિવેક સ્વામીએ આપ્યું હતું નિવેદન 

Rajkot News: રાજકોટ બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. બાલાજી મંદિરના વિવેક સાગર સ્વામીએ આ અંગે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સમાધાન થયું છે. ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ યોજાશે. 

ગઈકાલે બંધ બારણે યોજાઈ હતી બેઠક
બાલાજી મંદિરમાં ગણપતિ મહોત્સવ યોજવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામી દ્વારા મનાઈ ફરમાવવામાં આવતા આયોજકો અને સનાતનીઓ રોષે ભરાયા હતા. જે ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરે બાલાજી મંદિરના સ્વામી સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ આ જગ્યા પર છેલ્લા 13 વર્ષથી યોજાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  

No description available.

શું સર્જાયો હતો વિવાદ?
કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી-કપચી પાથરીને ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરાયો હતો. જે બાદ ગજાનંદ ધામ મંડળ અને સનાતનીઓ લાલઘુમ થઈ હયા હતા. 

અરજદારોએ પોલીસ સ્ટેશનમાં કરી હતી અરજી
ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરી તૈયાર કરેલું સ્ટેજ વિવેક સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ સાથે ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.  વિવેક સાગર સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી. જેને લઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 

રેતી-કપચી કરી હતી દૂર 
આ તરફ ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCBથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. જે બાદ આ મામલે ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગણપતિ ઉત્સવ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું છે કે, ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ થશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ