બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / rajasthan forest department did nt paid salary of tokyo paralympics medal winner player avni akhera devendra jhajharia and sunder gujjar

ટોક્યો પેરાલિમ્પિક્સ / આ રીતે ખેલેગા ઈન્ડિયા? પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર આ ખેલાડીઓને પગાર પણ નથી ચૂકવાયો

Premal

Last Updated: 05:47 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ખેલાડીઓ ભલે અથાગ પરિશ્રમ કરીને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. પરંતુ સિસ્ટમ આગળ તેઓ કેટલા મજબુર છે. આ ફરી એક વખત ઉજાગર થયુ છે. જાણવા મળ્યું છે કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા, અવનિ લખેરા અને સુંદર ગુર્જરને તેમના વિભાગે અત્યાર સુધીનો એક પણ પગાર ચૂકવ્યો નથી.

  • દુર્ભાગ્યપૂર્ણ, પેરાલિમ્પિક્સમાં ખેલાડીઓને મળ્યો નથી એક મહિનાનો પગાર
  • ત્રણેય ખેલાડીઓેએ પેરાલિમ્પિક્સમાં જીત્યા છે મેડલ
  • વેતન ન ચૂકવવા પાછળ સરકારી અધિકારીઓએ આપ્યું આ કારણ

ત્રણેય મેડલ જીતનારા ખેલાડીઓને પગાર ચૂકવાયો નથી

પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે ત્રણેય પેરાલિમ્પિક ખેલાડીઓએ મેડલ જીત્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો. રાજસ્થાન વન વિભાગે પણ અભિનંદન આપી તેમાં પોતાની ભૂમિકા જણાવવાની હરોળમાં લાગી ગયુ. પરંતુ વિભાગને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે મેડલ વિજેતા થનારા પરિવારના સભ્યોએ આ વાતને ઉજાગર કરી કે ત્રણેય મેડલ જીતનારા ખેલાડીઓને તેમના વિભાગ તરફથી અત્યાર સુધી એક પણ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી.

2020-21માં થઈ હતી સરકારી નોકરી માટે નિમણુંક

જાણકારી મુજબ, ગોલ્ડ મેડલ જીતનાર વિજેતા શૂટર અવનિ લખેરા, જેવલિનમાં સિલ્વર મેડલ લાવનાર દેવેન્દ્ર ઝાઝરિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતા સુંદર સિંહ ગુર્જરને ગયા વર્ષે અને ચાલુ વર્ષના અંતમાં સરકાર તરફથી સહાયક મદદનીશ વન સંરક્ષક અધિકારીના પદ માટે નિમણુંક કરી હતી. પરંતુ જ્યાં સુધી તેઓ ચર્ચામાં આવ્યાં નહીં ત્યાં સુધી તેમનો પગાર પેન્ડિંગ રહ્યો. હવે જ્યારે આખી દુનિયામાં ત્રણ ખેલાડીઓના મેડલ માટે ગૌરવ વધ્યું છે ત્યારે વન વિભાગ જાગી ગયુ અને વન વિભાગના અધિકારીઓને અહેસાસ થયો કે દેશ માટે  પરિશ્રમ કરનારા ખેલાડીઓને એક મહિનાનો પગાર હજુ સુધી આપ્યો નથી.

વિભાગે કહ્યું, ખેલાડીઓના પુરાવા પુરતા ન હતા

બુધવારે વન વિભાગના એક અધિકારીએ માહિતી આપી છે કે મેડલ જીતનારા સાત ખેલાડીઓનો બાકી પગાર આપી દેવામાં આવ્યો છે. આ મામલો ઉજાગર થયા બાદ વન વિભાગનું કહેવુ છે કે ખેલાડીઓના પુરાવા પૂરતા ન હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ