બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / rajasthan-chhattisgarh-assembly-elections-result-bjp-lost-by-nota-congress

NULL / રાજસ્થાન-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસથી નહીં પણ Notaથી ભાજપ હાર્યુ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ સામે આવ્યા અને પાંચેય રાજ્યમાં ભાજપના સુપડા સાફ થયા છે. ત્યારે હાર અને જીતનું વિશ્લેષણ શરૂ થયું છે. પરંતુ એક વાત એવી છે જે ઊગીને આંખે વળગે છે. સામાન્ય રીતે એવુ લાગે છે કે કોંગ્રેસે ભાજપને કચડ્યું છે. પરંતુ એક પરિબળ એવુ પણ છે જેણે ભાજપની ઘરવાપસીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

શું છે આ પરિબળ જેણે ભાજપને હરાવ્યું?
ભારતમાં લોકશાહી એટલી મજબુત છે કે અહીં દરેક નાગરિકને સમાન મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એક નાગરિક એક મત અને તેમાં પણ કોઈ ઉમેદવાર પસંદના પડે તો નોટાનો ઓપ્શન છે. જો નોટા વિજેતા થાય તો તમામ ઉમેદવારે ઘરે બેસવાનો વારો આવે. પરંતુ ઘણી વખત એવુ પણ બને કે નોટા જીતે તો નહીં પણ પોતે હારજીત માટેની દીશા નક્કી કરે. આવુ જ કંઇક તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં થયું છે. કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા તો આંચકી લીધી છે. પરંતુ કેટલીક એવી બેઠકો છે જ્યા નોટા ભાજપ માટે વિલન સાબિત થયું છે. રાજસ્થાનની 11 અને છત્તીસગઢની 8 બેઠકો એવી છે. જ્યા હારજીતના અંતર કરતા નોટાને વધુ મત મળ્યા છે.

ક્યા કેટલુ અંતર ?
છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભલે ભાજપના સુપડા સાફ થયા હોય પરંતુ મધ્યપ્રદેશમાં બન્ને વચ્ચે માત્ર 5 બેઠકોનું જ અંતર છે. એવામાં મધ્યપ્રદેશમાં 9 બેઠકો એવી છે. જેમાં હારજીતના અંતર કરતા નોટામાં વધારે મત પડ્યા હોય. દમોહ બેઠક પરથી કોંગ્રેસ 798 મતથી જીત્યુ જ્યારે નોટાને 1299 મળ્યા. ગ્વાલિયર દક્ષિણ બેઠક પર કોંગ્રેસ 121 મતે વિજયી થયું જ્યારે નોટાને 1550 મત મળ્યા. જબલપુર ઉત્તર બેઠક પરથી નોટાને 1209 મત મળ્યા  જ્યારે કોંગ્રેસ માત્ર 578 મતે જીત્યું. જોબટ બેઠક પર કોંગ્રેસ 2056 મતે વિજયી થયુ જ્યારે આ બેઠક પર નોટાને 5139 મત મળ્યા હતા. મંધાતા બેઠક પર કોંગ્રેસે 1236 મતે જીત મેળતી જ્યારે નોટાને 1575 મત મળ્યા હતા. તો નેપાલનગર બેઠક પર કોંગ્રેસને 1264 મતે જીત મળી જ્યારે નોટાને 2551 મત મળ્યા હતા. રાજપુરની વાત કરવામાં આવે તો અહીં હારજીતનું અંતર માત્ર 932 મતનું હતું. એમાં નોટાને 3358 મતો મળ્યા હતા. સુનાસરા બેઠક પરથી પણ કોંગ્રેસ 350 મતની સરસાઈથી જીત્યુ જ્યાં નોટાને 2976 મત મળ્યા હતા.

ભાજપ માટે નોટા વિલન
રાજસ્થાનની વાત કરવામાં આવે તો અહીં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિ તો મેળવી લીધી છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો 199માંથી 101 બેઠક પર વિજય થયો છે. અહીં પણ ભાજપ માટે નોટા વિલન સાબિત થયું છે. કારણ કે ભાજપ સરકાર બનાવી શકે તેટલી બેઠક પર તો નોટાએ ભાગ નથી ભજવ્યો. પરંતુ કોંગ્રેસને બેઠકોની સદી મારતી અટકાવવા માટે આ મતો સક્ષમ હતા. 

ક્યા કેટલુ અંતર ?
અહીં આસંદી બેઠકની વાત કરવામાં આવે તો 151 મતે હારજીત નક્કી થઈ જ્યારે નોટામાં 2943 મત પડ્યા હતા. ચૌમૂં બેઠક પર 1288 મતે જીતનો ફેંસલો થયો અને નોટામાં 1859 મત પડ્યા. માલવીયનગર બેઠક પર 1704 મતે જીતનો ફેંસલો થયો જ્યારે નોટાને 2371 મત મળ્યા. પોખરણ     બેઠક પર વિજેતાનો ફેંસલો 872 મતે થયો જ્યારે મોટાને 1121 મત મળ્યા. મારવાડ જંક્શન સીટ પર 271 મતના અંતરે જીત થઈ જ્યારે નોટાને 2719 મત મળ્યા. મકરાનામાં 1188 મતે હાર જીતનો ફેંસલો થયો જેમાં નોટામાં 1550 મત પડ્યા. દાંતારામગઢમાં 920 નિર્ણાયક રહ્યા જેની સામે નોટાને 1180 મત મળ્યા. ફતેહપુરમાં 860 મતે વિજેતા ઘોષિત થયા જ્યારે 1165 નોટમાં પડ્યા. બેગુમાં 1661 મતે હારજીત નક્કી થઈ તેની સામે નોટાને 3165 મત મળ્યા. પીલીબંગામાં 278 મતે હારજીત નક્કી થઈ જેની સામે 2441 મત નોટાને મળ્યા. જ્યારે ખેતડી બેઠક પર 957 મતે હારજીતનો ફેંસલો થયો તેની સામે 1377 મત નોટાને મળ્યા.

નોટાએ ભલે કેટલાય ઉમેદવારોની હાર જીતનો ફેંસલો કર્યો હોય પરંતુ જનતાએ નોટાને મત આપ્યા એ જ મોટુ સૂચક છે. જનતામાં મોટો એક વર્ગ છે જે ઉમેદવારોથી નાખુશ છે અને તે પોતાનો બળાપો નોટાને મત આપીને પ્રગટ કરે છે. પોતાના મતાધિકારનો ઉપયોગ ના કરવો તેના બદલે નોટાને મત આપીને શાસકોને સારા ઉમેદવાર મુકવા માટે મજબુર કરવા તે ઉત્તમ રીત છે. જોકે હજુ સુધી તો ભારતમાં ક્યાય નોટાનો વિજય થયો નથી. ત્યારે ભવિષ્યમાં નોટા પણ જીતે તો નવાઈ નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ