બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / rajastha flood like situation at barmer ndrf and sdrf teams deployed army on alert mode

સંકટ / બિપરજોયે હવે રાજસ્થાનનો વારો કાઢ્યો, પૂર જેવી સ્થિતિ, એલર્ટ મોડ પર સેના, માઉન્ટ આબુ 210 મિલિ.વરસાદ

Kishor

Last Updated: 09:40 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોયને પગલે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખબકયો હતો. જેથી બાડમેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • ગુજરાતમાં બિપોરજોયએ કાળો કહેર મચાવ્યા બાદ રાજસ્થાનનો વારો
  • રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખબકયો
  • 16 વર્ષની સગીરાનું મોત નિપજતા પરિવારજનોમાં અરેરાટી

ગુજરાતના અનેક વિસ્તાતોમાં બિપોરજોય વાવાઝોડાંએ કાળો કહેર મચાવ્યા બાદ હવે રાજસ્થાનનો વારો લેતું હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રમાં બિપરજોયની અસરને લઈને આજે શનિવારે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખબકયો હતો. જેથી બાડમેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જે ખતરાને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. સેના પણ એલર્ટ મોડમા છે.

 rajastha flood like situation at barmer ndrf and sdrf teams deployed army on alert mode

16 વર્ષની સગીરાનું મોત

તેમજ સરહદી ગામોમાં બીએસએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આજે 210 મીમી, બાડમેરના સેવડામાં 136 મીમી વરસાદ ખાબક્યો હતો આથી અનેક નીચાનવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વધુમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ અસર જાલોર, સિરોહી અને બાડમેરના રણ જિલ્લાઓમાં જોવા મળી હતી. પવનની થપાટે વીજ પોલ ધરાશાયી થયા હતા. આ વેળાએ એક 16 વર્ષની સગીરાનું મોત નિપજતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

માઉન્ટ આબુમાં 8.4 ઈંચ વરસાદ
માઉન્ટ આબુમાં 8.4 ઈંચ વરસાદ બાદ હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે રેડ એલર્ટ જાહેર કરતા બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો રદ કરાઇ છે. તથા અગમચેતીના ભાગરૂપે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફલાઈટોને પણ રદ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘુસ્યા હતા જેને લઈને વિસ્તારો પ્રભાવિત થયા હતા. તેમજ સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાયા હતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર જારી કરવામાં આવ્યું છે. સામે રેપિડે એક્શન ફોર્સની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો આગમચેતીના ભાગરૂપે બાડમેર જિલ્લા પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 9000 લોકોને સુરક્ષિત સ્થળે આશરો અપાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ