બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rain in Ahmedabad spoiled the second round

વરસાદનું આગમન / અમદાવાદમાં વરસાદે બીજા રાઉન્ડમાં ભૂકકા કાઢ્યા, આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે દે ધનાધન, ચોમાસા જેવુ ભયાનક વાતાવરણ

Vishal Khamar

Last Updated: 06:19 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી સાંજનાં સુમારે એકાએક ફરી વરસાદી માહોલ છવાતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આજે શહેરનાં શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઈટ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

  • અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ
  • શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદનું આગમન
  • વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ

અમદાવાદમાં બપોર બાદ થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો. શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. જેમાં શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, ઘાટલોડિયા, રાણીપ, શાસ્ત્રીનગર, વાડજ, કૃષ્ણનગર, ઈસનપુર, મણિનગરમાં વરસાદ પડ્યો હતો. ત્યારે એકાએક વરસાદ પડવાનો શરૂ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. 
 

એક બાજુ ઠંડી અને એકબાજુ વરસાદથી લોકો વિમાસણમાં મુકાયા
સમગ્ર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને લઈ લોકો ચિંતામાં મુકાયા છે કે સ્વેટર પહેરવુ કે રેઈનકોટ કારણ કે વરસાદ પડે ત્યારે વરસાદથી બચવા લોકો રેઈનકોટ પહેરે છે. તો જ્યારે વરસાદ બંધ થયા તો ઠંડા પવનથી બચવા લોકો સ્વેટર પહેરે છે. ત્યારે ડબલ ઋતુને લઈ લોકો વિમાસણમાં મુકાયા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ