બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / મનોરંજન / બોલિવૂડ / Rahat Fateh Ali Khan hits servant with shoe After video went viral gave this clarification

શૉકિંગ / VIDEO: રાહત ફતેહ અલી ખાને નોકરને ચંપલથી માર્યો માર; વીડિયો વાયરલ થતાં કહ્યું આ તો મારો ચેલો છે અને...

Megha

Last Updated: 09:03 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઘરના નોકરોને જૂતા અને ચપ્પલ વડે મારતા જોવા મળ્યા હતા.

  • રાહત ફતેહ અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 
  • વીડિયોમાં સિંગર ઘરના નોકરોને જૂતા અને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો. 
  • રાહત ફતેહ અલી ખાને એક વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે. 

પાકિસ્તાનના ફેમસ સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘરના નોકરોને જૂતા અને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. કથિત રીતે, દારૂની બોટલ ન મળવાને કારણે, રાહત ફતેહ અલી ખાને તેના એક નોકરને ખરાબ રીતે માર્યો, જે નજીકમાં ઉભેલા કોઈએ કેમેરામાં કેદ કરી લીધો. 

આ વીડિયો વાયરલ થયો એ બાદ રાહત ફતેહ અલી ખાનની ઈન્ટરનેટ પર ઘણી ટીકા થઈ હતી. એવામાં એમને વધુ એક વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે. નવા વીડિયોમાં રાહતનો એ મદદગાર અને તેના પિતા રાહત ફતેહ અલી ખાન સાથે જોવા મળી રહ્યા છે. પોતાની ભૂલ પર સ્પષ્ટતા આપતા રાહત કહે છે કે વીડિયોમાં જે દેખાય છે તે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે.

એક તરફ રાહત ફતેહ અલી ખાન પોતાની ગાયકી અને કવ્વાલીથી લોકોને દિવાના બનાવે છે, તો બીજી તરફ ઘરમાં કામ કરતાં લોકો પ્રત્યેનું તેમનું વર્તન બધાને ચોંકાવી દે છે. બોલિવૂડમાં ઘણા સુપરહિટ ગીતો ગાઈ ચૂકેલા રાહતનો વીડિયો જોઈને ભારતીય ચાહકો પણ નિરાશ થઈ ગયા છે અને તેમને ખૂબ ટ્રોલ પણ કર્યા છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહત ફતેહ અલી ખાન તેમના નોકર પર હુમલો કરતો, જૂતા મારતો અને થપ્પડ મારતો જોઈ શકાય છે. ઓનલાઈન વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં કથિત રીતે રાહત ફતેહ અલી ખાને દારૂની બોટલ ન મળવાને કારણે તેને માર માર્યો હતો. જો કે રાહત ફતેહ અલી ખાનના સફાઇ આપતા વિડીયોમાં તે વ્યક્તિ રાહત ફતેહ અલી ખાન સાથે પણ સંમત થાય છે અને કહે છે કે તે ખોટું છે કે તેના માલિકે તેને દારૂની બોટલના કારણે માર્યો હતો. ખરેખર તેમાં પાણી હતું અને મેં પાણીની બોટલ ગુમાવી દીધી હતી.

વધુ વાંચો: બેસ્ટ એક્ટર માટે શાહરુખને આ સ્ટાર એક્ટરે આપી ટક્કર! વિક્કી કૌશલનો પણ જલવો

રાહતે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વીડિયોમાં તે જેને મારતો જોવા મળી રહ્યો છે તે તેનો શિષ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે ગુરુ અને તેમના શિષ્ય વચ્ચેનો સંબંધ એવો છે કે અમે તેમના સારા કામ માટે તેમને પ્રેમ કરીએ છીએ અને જ્યારે તે ભૂલ કરે છે ત્યારે અમે તેને સજા પણ આપીએ છીએ.'

આ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે અને સ્પષ્ટતા આપવા છતાં લોકો એમ કહી રહ્યા છે કે આ વર્તન સ્વીકાર્ય નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ