બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / 'Proper work will be done in the matter of stray cattle' boasts of Ahmedabad's new mayor Pratibha Jain

મહિલા સુકાની / 'રખડતા ઢોર મામલે યોગ્ય કામ થશે' અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈનનો હુંકાર, જુઓ વડોદરાના મેયરે શું કહ્યું?

Vishal Khamar

Last Updated: 08:35 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા સહિતની મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની નવીન નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાનાં મેયર તરીકે પ્રતિભા જૈન તેમજ ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. તો વડોદરાનાં મેયર તરીકે પિંકીબેન સોનીની નિમણૂંક કરવામાં આવી છે.જ્યારે ડેપ્યુટી મેટર તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી છે.

  • અમદાવાદનાં વિકાસનાં કામોને વેગવંતા બનાવશુંઃ પ્રતિભા જૈન
  • પડકારો ધરાવતા વિષયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે: મેયર 
  • રખડતા ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ યોગ્ય કામ થશે: મેયર
પ્રતિભા જૈન (મેયર, અમદાવાદ મહાનગર પાલિકા)
​​​​

રખડતા ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ યોગ્ય કામ થશે: મેયર
અમદાવાદ મહાનગર પાલિકામાં અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની વરણી આજે કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે અમદાવાદનાં નવા મેયર પ્રતિભા જૈને ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, શહેરની પ્રાથમિક સુવિધાને પહેલું સ્થાન આપવામાં આવશે. ત્યારે મેયર બન્યા બાદ તેમને અલગથી બંગલાની ફાળવણી કરવામાં આવે છે. જે બાબતે પ્રતિભા જૈને જણાવ્યું હતું કે,  મેયર બંગલામાં રહેવા બાબતે હજુ વિચાર્યું નથી.  તેમજ રખડતા ઢોર અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

જતીન પટેલ (ડેપ્યુટી મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન )

વિકાસનાં કામમાં કોઈ કચાશ ન રહે તેવો હર હંમેશ અમારો પ્રયાસ રહેશેઃ જતીન પટેલ (ડેપ્યુટી મેયર )
અમદાવાદ મહાનગર પાલિકાનાં નવી ડેપ્યુટી મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે અમદાવાદ શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.  તે પ્રમાણે નગરની વ્યાખ્યામાં આવતા નળ, ગટર, પાણી, રોડ, રસ્તા, લાઈટો તેમજ પ્રાથમિક સુવિધાઓને અમે પ્રાધાન્ય આપીશું. વિકાસનાં કામમાં કોઈ કચાશ ન રહે તેવો હર હંમેશ અમારો પ્રયાસ રહેશે. 

ટ્રાફિકની સમસ્યા હલ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે:દેવાંગ દાણી
અમદાવાદ મહાનગર પાલિકામાં આવતીકાલથી જૂની બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેનાં એક દિવસ પહેલા અમદાવાદ મહાનગર પાલિકાનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે દેવાંગ દાણીની વરણી કરવામાં આવી હતી. ત્યારે દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટમાં શહેરનાં વિકાસને લગતા અનેક કામો મંજૂર કરવામાં આવ્યા છે.  બજેટમાં જાહેર કરાયેલા બાકી કામ ઝડપી પૂર્ણ કરવામાં આવશે. તેમજ અમદાવાદનો માથાના દુઃખાવા સમાન એવો ટ્રાફિકનો પ્રશ્નને લઈ મહાનગર પાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક સમસ્યા બાબતે દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સૌ સાથે મળી અવિરત લોક કલ્યાણ તેમજ શહેરનાં વિકાસનાં કાર્યોને વેગવંતા બનાવશુંઃ પિંકીબહેન સોની
વડોદરા શહેરના નવા મેયર તરીકે પિંકીબહેન સોનીની પસંદગી કરવામાં આવી છે.  પિંકીબહેન સોનીએ પોતાને મેયરની જવાબદારી આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વડોદરાનો વિકાસ અને લોકકલ્યાણના કાર્યને વેગ આપવા પૂરતી મહેનત કરીશ.  તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી  હંમેશા લોકોની સેવાને પ્રાધાન્ય આપી જનતા માટે સતત અવિરત સેવા કાર્યો કરવાનું પ્રાધાન્ય આપીને દરેક કાર્યકર્તા કામ કરતો હોય છે. અમે સૌ સાથે મળી લોકકલ્યાણ તેમજ શહેરનાં વિકાસનાં કાર્યોને  વેગ આપીશું.

 શહેરનાં નાગરિકોને જે કંઈ સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે પુરતો પ્રયત્ન કરીશુંઃ ચિરાગ બારોટ (ડેપ્યુટી મેયર, વડોદરા મહાનગર પાલિકા)
વડોદરાનાં નવીન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. એને સાર્થક કરીશ. અને આગામી અઢી વર્ષનાં પૂરેપૂરો સમય આપી વડોદરા શહેરનાં વિકાસમાં અમે સૌ કોર્પોરેટર મિત્રો સાથે મળીને કામ કરીશું.  શહેરનાં નાગરિકોને જે કંઈ પણ સમસ્યા હશે તે અમારા મુખ્ય મુદ્દા હશે. તેમજ શહેરનાં નાગરિકોને જે કંઈ સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવા માટે પુરતો પ્રયત્ન કરીશું. અને આગામી અઢી વર્ષ વિકાસનાં કાર્યો કરીશું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ