બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Prime Minister Shri Narendrabhai Modi gifted three projects worth Rs 1575 crore for national highways to Gujarat

વિકાસને વેગ / વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ

Vishal Dave

Last Updated: 06:14 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ માર્ગ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ વડાપ્રધાનશ્રીએ હરિયાણાથી વર્ચ્યુઅલી કર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા. 

ગુજરાતને ૧૫૭૫ કરોડ રૂપિયાના કુલ ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ

વડાપ્રધાને આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને ૧૫૭૫ કરોડ રૂપિયાના કુલ ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતને આપી છે તેમાં કુલ ૫૩ કિલોમીટર લંબાઇના ત્રણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

૧૨૯૫ કરોડનો પ્રથમ પ્રોજેક્ટ

પ્રથમ પ્રોજેક્ટ અન્‍વયે અંદાજે રૂ. ૧૨૯૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ પર સાબરમતી નદી પર ૮ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી ૧૦ કિલોમીટરના ૬ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે. નારોલ થી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. અમદાવાદ શહેરી વિસ્તાર જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચેથી પસાર થતો હોવાથી ત્યાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે.  આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે તથા ઈંધણ અને સમયની બચત માટે વિશાલા થી સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર બનાવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ રસ્તા પર સાબરમતી નદી પરના હયાત શાસ્ત્રી બ્રીજના સ્થળે નવા ૮ માર્ગીય પુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

151 કરોડનો બીજો પ્રોજેક્ટ 

બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ વાવ ચોકડી, સતલાસણા થી વૃંદાવન ચોકડી, ખેરાલુ સુધીના ૨૩.૦૦ કિમીહયાત બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીય કરણની કામગીરી ભારત સરકાર દ્વારા રૂ. ૧૫૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ ૨૩ કિમીનો રસ્તો હાલ ટુ લેન છે અને આગળ પાછળના રસ્તા ૪ લેનના હોઈ આ રસ્તા પર ભારે વાહનોનું આવન જાવન હોય છે અને આ પ્રોજેકટ પૂર્ણ થતાં આ રસ્તો સંપૂર્ણ રીતે ૪ માર્ગીય બનશે.  આ રસ્તો મુખ્ય જિલ્લા સ્થળ, ઔદ્યોગિક, પ્રવાસી અને ધાર્મિક સ્થળો મહેસાણા, વડનગર, પાલનપુર, તારંગા વન્યજીવન, આંબાઘાટા ક્વોરી, દાંતા અને અંબાજી મંદિર તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચેની મુખ્ય કડી તરીકે પણ કામ કરે છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જાણીતા યાત્રાધામ અંબાજી મંદિર સુધી ચાર માર્ગીય કનેક્ટિવિટી મળશે.

129 કરોડનો ત્રીજો પ્રોજેક્ટ 

ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજુર થયો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૩૫૧ ના ગાવડકા ચોકડી થી બગસરા સુધીના ૧૯  કિલોમીટરની લંબાઈના રસ્તાનુ રૂપિયા ૧૨૯ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાની આ લંબાઈમા મહુવા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા પીપાવાવ પોર્ટ વગેરે રુટ ઉપર થી બગસરા, વડિયા અને જેતપુર તરફ જતા વાહનો પસાર થાય છે. અને મહુવા બંદર કેન્દ્રથી કુંડલાથી અમરેલીથી બગસરા જેતપુર N.H. સાથે જોડાયેલ રૂટ વચ્ચેનું એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય જોડાણ છે. ત્યાં ઘણા બધા મુખ્ય મથક, જિલ્લા સ્થળ છે અને વેપાર કેન્દ્ર મત્સ્યઉદ્યોગ અને દરિયાઈ ઉત્પાદન અને પોલ્ટ્રી ફાર્મ તરીકે વિકસિત છે. આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લિંક હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ અને અને ૨૭ વચ્ચેની કનેક્ટિવિટી પૂરી પાડશે.

સાથે -સાથે આ કામોનું લોકાર્પણ 

આ ૩ પ્રોજેકટોના ખાતમુહૂર્ત ઉપરાંત રાજ્યમાં હાલ અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે ૬ માર્ગીયકરણ, ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ,રા.ધો. ૩૪૧ ના ભુજ થી ધરમશાળાના સેકશન ને ૧૦ મીટર પહોળો કરવાની કામગીરી,વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા-ભરૂચ સેક્શન,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૭૫૧ પર પીપળી થી ભાવનગરનું ૪ માર્ગીયકરણ, વગેરે જેવા કામોનું લોકાર્પણ અગાઉ કરવામાં આવ્યું છે.

૧૧૫૫ કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨૭ પર સામખીયાળી થી સાંતલપુર ધોરીમાર્ગનું ૬ માર્ગીયકરણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૭ પર ઇસ્કોન જંકશન થી સાણંદ જંકશન વચ્ચે ૪ કિ.મી.ના એલિવેટેડ કોરીડોરનું ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૬૮-જી પર મહેસાણા થી ઇડર રસ્તાના કુલ ૮૧.૩૦૦ કિ.મી. રસ્તાનું ૧૧૫૫ કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ, ચિલોડા નજીક સાબરમતી નદી પર ૬૮ કરોડના ખર્ચે ૮ માર્ગીય બ્રીજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે તેનાથી ગુજરાતના વિકાસને એક નવી ગતિ મળી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારો પર આજે લાગી શકે છે અંતિમ મહોર, PMની અધ્યક્ષતામાં બેઠક, CM હશે હાજર"

એક દાયકામાં કુલ રૂ. ૬૬ હજાર ૪૭૦ કરોડના ૧૯૯ પ્રોજેક્ટ મંજુર

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાત માટે પાછલા એક દાયકામાં કુલ રૂ. ૬૬ હજાર ૪૭૦ કરોડના ૧૯૯ જેટલા માર્ગ-વિકાસ પ્રોજેક્ટ મંજૂર કરેલા છે.

૪,૧૬૨ કરોડના કામો પ્રગતિ હેઠળ

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ અવસરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનું મજબૂતીકરણ અને નવીનીકરણ ગુજરાતના વિકાસને ગતિ આપશે.  હાલમાં ગુજરાતમાં એન.એચ. એ.આઇ. હસ્તકના ૧૦૩૭ કિ.મી. ના રૂ. ૩૧,૦૭૬ કરોડના કામો તથા રાજ્ય સરકાર હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગના ૬૩૮ કિ.મી ના કુલ રૂ. ૪,૧૬૨ કરોડના કામો પ્રગતિ હેઠળ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ