બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / President Murmu said that this era is an opportunity to build, we have to build an India that is self-reliant

સંસદનું બજેટ સત્ર / રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું આ યુગ નિર્માણનો અવસર છે, આપણે એવું ભારત બનાવવું છે, જે આત્મનિર્ભર હોય

Megha

Last Updated: 11:57 AM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે અને આ અવસર પર તેમણે કહ્યું કે આ એક યુગ બનાવવાનો અવસર છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

  • સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે
  • આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે - દ્રૌપદી મુર્મુ
  • ભારતનો આત્મવિશ્વાસ તેના સર્વોચ્ચ સ્તરે છે - દ્રૌપદી મુર્મુ

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે અને આ અવસર પર તેમણે કહ્યું કે આ એક યુગ બનાવવાનો અવસર છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. 

આજે ભારત વિશ્વની સમસ્યાઓ ઉકેલવાનું માધ્યમ છે
બજેટ સત્રમાં અભિભાષણ શરૂ કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આજે આ સત્ર દ્વારા હું દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સતત બે ટર્મ માટે સ્થિર સરકારની પસંદગી કરી છે. મારી સરકારે હંમેશા દેશના હિતને સર્વોપરી રાખ્યું છે, નીતિ-રણનીતિને સંપૂર્ણ રીતે બદલવાની ઇચ્છા દર્શાવી છે. જે ભારત એક સમયે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે અન્યો પર નિર્ભર હતું તે આજે વિશ્વની સમસ્યાઓના ઉકેલ માટેનું માધ્યમ બની ગયું છે.

સરકારે લીધા કડક પગલાં 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર આકરા હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી દરેક દુ:સાહસનો જોરદાર જવાબ આપ્યો, કલમ 370 હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકાર રહી છે.

રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ
સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ કરતાં દ્રૌપદી મુર્મુએ કહ્યું કે 'ભારતનો આત્મવિશ્વાસ તેના સર્વોચ્ચ સ્તરે છે અને વિશ્વ તેને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે.' આગળ એમને કહ્યું કે, 'એવું ભારત બનાવવું છે કે જેમાં કોઇ ગરીબ ના હોય, જેનો મધ્યમ વર્ગ પણ સમૃદ્ધ હોય. એક એવું ભારત કે જેમાં યુવાનો અને મહિલાઓ સમાજ અને દેશને રસ્તો બતાવવા માટે મોરચે ઊભા રહે, એવું ભારત તૈયાર કરવું છે કે જેના યુવાનો સમય કરતાં બે ડગલાં આગળ રહે'

પીએમ મોદીએ કરી હતી મીડિયા સાથે વાત
આ પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રથમ સંબોધન છે. આ નારી સન્માનની તક છે. એટલું જ નહીં પીએમ મોદીએ વિપક્ષના સાંસદોને અપીલ કરી હતી કે સત્રમાં વિવાદ થશે પણ દરેક મુદ્દે ચર્ચા થવી જોઈએ.'જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપતિના સંબોધન પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે જ્યાં દેશની આર્થિક સ્થિતિ જાણવા મળશે.

સત્રમાં ભારે હંગામો થઈ શકે છે
જો કે કે તરફ વિપક્ષે સર્વપક્ષીય બેઠકમાં સંકેતો આપ્યા છે કે સત્રમાં ભારે હંગામો થઈ શકે છે. આ સાથે જ વિદેશી એજન્સી દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના અહેવાલ અને બીબીસીની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે પણ કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો હાલમાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ બેરોજગારી અને મોંઘવારી મુદ્દે પણ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા સરકારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પક્ષોના વિષયો રાખ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ