બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pran Pratistha Mohotsav will be held on 22nd February

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ / એક ગાય અને ઘોડીને કારણે થયો વાળીનાથ ધામનો વિકાસ, મહંત શ્રી જયરામગીરી બાપુએ વર્ણવી 900 વર્ષ પહેલાની કથા

Vishal Khamar

Last Updated: 06:34 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસનગરનાં તરભ ખાતે ગુજરાતનાં બીજા નંબરનાં ભવ્ય શિવધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વાળીનાથ ધામનાં 14 માં ગાદીપતિ મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે, બ્રહ્મલીન બળદેવગીરી બાપુનું તરભ વાળીનાથ ધામ ખાતે ભવ્ય શિવધામ બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

વાળીનાથ મંદિર તરભની વાત કરીએ તો પરમ પૂ. બળદેવગીરીજી મહારાજ જેઓ 12 વર્ષની ઉંમરે ગાદી પર બિરાજમાન થયા હતા.  88 વર્ષ સુધી આ ગાદી પર મહંત તરીકે ફરજ બજાવેલી હતી. અને 2021 માં તેઓ બ્રહ્મલીન થયા અને એમનો જ વિચાર હતો કે, સરસ મજાનું શિવધામ અહીંયા બને તેવો વિચાર સેવકો સમક્ષ રજૂ કર્યો હતો. અને 2011 માં આનું શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. 14 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલ્યું છે.

આ મંદિરની વાત કરીએ તો  1 લાખ 50 હજારથી પણ વધારે ઘન ફૂટથી પણ વધારે પથ્થર વપરાયો છે. અલગ અલગ રાજ્યોનાં કારીગરો કામ કરી રહ્યા હતા.  જેમાં રાજસ્થાન, ઓરિસ્સા, બંગાળ સહિતના રાજ્યોનાં કારીગરો કામ કરી રહ્યા હતા. 

22 મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મંદિરની હાઈટની વાત કરીએ તો મંદિરની હાઈટ 100 ફૂટની છે. તેમજ તેનો ઘેરાવો સોમનાથ મંદિર કરતા પણ વધારે છે. આજે આ શિવધામ તૈયાર થઈ રહ્યું છે. જેનો 22 મી  ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 

મંદિર સાથે જોડાયેલી છે 900 વર્ષ જૂની લોકવાયકા
900 વર્ષ જૂની પરંપરામાં જ્યારે પરમ પૂ. આદ્યસ્થાપક વિરમગીરીજી મહારાજ જ્યારે અહીંયા ઉપાસના માટે આવેલા અને વર્ષ સુધી અહીંયા ઉપાસના કર્યા બાદ સ્વયંભૂ મૂર્તિઓ છે. એ સમયે એમને ગાય તેમજ ઘોડી અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય બાપુનો આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી આનો વંશવેલો મંદિરમાં હશે ત્યાં સુધી મંદિરમાં ખૂબ પ્રગતિ થશે. વંશવેલો આજે પણ ચાલી રહ્યો છે.  હાલ 300 થી વધુ ગાયો છે તેમજ લગભગ 15 થી વધુ  ઘોડીઓની પણ સેવા થાય છે. 

4000 માણસો એક સાથે જમી શકે તેટલું મોટું અન્નક્ષેત્ર
અન્નક્ષેત્રની વાત કરીએ તો, 900 વર્ષથી આ પરંપરામાં અન્નક્ષેત્રનો પણ મહિમા રહ્યો છે. અને એ ટાઈમથી અન્નક્ષેત્રપણ ચાલી રહ્યું છે.  તેમજ આદ્યતન અન્નક્ષેત્ર હાલ વર્તમાનમાં બની ચૂક્યું છે. તેમજ તેની કેપેસિટીની વાત કરીએ તો એક સાથે ચાર હજાર માણસ જમી શકે તેટલો મોટો અન્નપૂર્ણા ભવન પણ અહીં બનાવવામાં આવ્યું છે. 

વધુ વાંચોઃ સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આરોપી નારાયણ સાંઈ જામીન અરજી ફગાવાઈ, આસારામને કર્યા હતા આગળ

ભવિષ્યમાં  ગુરૂકુળની પણ સ્થાપના કરવામાં આવશે
તેમજ ભવિષ્યમાં અહીયા ગુરૂકુળની સ્થાપના કરવાની છે. તેમજ તેનું ખાતમુર્હત પણ થઈ ચૂક્યું છે. બીજા પણ સેવકો, ભક્તજનોની રહેવા માટેની વ્યવસ્થા પણ અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે.  ભવિષ્ય માટે જે યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે. તે પ્રકારની વ્યવસ્થા અહીંયા થઈ ચૂકી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ