બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 12:33 PM, 30 January 2024
ADVERTISEMENT
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તે એવી જગ્યાએ રોકાણ કરે જ્યાં તેને શાનદાર રિટર્ન મળે અને પૈસા પણ સુરક્ષિત રહે. જો તમે પણ સારું રિટર્ન મેળવવા માંગો છો, તો તમારે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. જેને સામાન્ય રીતે પોસ્ટ ઓફિસની FD કહેવામાં આવે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમના અનેક ફાયદા છે, જેમાં તમે નાની રકમનું પણ રોકાણ કરી શકો છો. રોકાણ કરવા માટે અલગ અલગ સમયગાળા હોય છે. આ સ્કીમમાં 6.9 ટકાથી 7.5 ટકા વ્યાજ મળે છે.
ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણકારને લાંબા ગાળા માટે ટૂંકા ગાળા માટે રોકાણ કરવાની તક આપવામાં આવે છે. આ સ્કીમમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઈપણ ભારતીય નાગરિક ખાતુ ખોલાવી શકે છે. 3 વયસ્ક પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમમાં ન્યૂનતમ 1,000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
ADVERTISEMENT
વ્યાજ
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં એક વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 6.9 ટકા વ્યાજ મળે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં બે વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 7 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં ત્રણ વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 7.10 ટકા વ્યાજ મળે છે અને પાંચ વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 7.5 ટકા વ્યાજ મળે છે.
ટેક્સ છૂટ
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો તે રકમ પર ઈન્કમટેક્સ એક્ટ, 1961ના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે. પાંચ વર્ષ કરતા ઓછા સમયગાળાની સ્કીમમાં રોકાણ કરવામાં આવે તો તે ડિપોઝિટ્સ પર ટેક્સ છૂટનો લાભ મળતો નથી. આ FD મેચ્યોર થાય તે પહેલા પૈસા ઉપાડવામાં આવે તો પેનલ્ટી લાગે છે.
પાંચ વર્ષમાં 7,24,974 રૂપિયાનું મળશે રિટર્ન
આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરવામાં આવે તો રોકાણકારને વ્યાજ સહિત 7,24,974 રૂપિયા મળશે. પાંચ વર્ષમાં રોકાણકારને વ્યાજ તરીકે 2,24,974 રૂપિયા મળશે. ત્રણ વર્ષ સુધી રોકાણ કરવામાં આવે તો રોકાણકારને વ્યાજ સહિત 6,17,538 રૂપિયા મળશે. ત્રણ વર્ષમાં રોકાણકારને વ્યાજ તરીકે 1,17,538 રૂપિયા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.