Team VTV11:35 PM, 23 May 22
| Updated: 11:36 PM, 23 May 22
ઘોડદોડ રોડ પર આવેલા લકી સ્પામાં, શ્રીરામ કોમ્પ્લેક્સ, પથિક એપાર્ટમેન્ટમાં હેપ્પી સ્પામાં પણ ઉમરા પોલીસના દરોડા
સુરતમાં ઉમરા વિસ્તારમાં 4 સ્પા સેન્ટરમાં દરોડા
ચારેય સ્થળે સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર
કુલ 41 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી
સુરત પોલીસ અને ઉમરા પોલીસે છેલ્લા ૨૪ કલાકમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડાનો દોર જારી કરીને જુદાજુદા વિસ્તારમાંથી ૪ સ્પા સેન્ટર ઝડપી પાડયા છે પોલીસનો દાવો છે કે આ ચાર સ્પા સેન્ટરમાં દેહનો વેપાર થતો હતો કૂટણખાનું ચાલતું હતું ચાર-સ્પા સેન્ટરમાંથી 50થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે
અલગ અલગ 4 સ્પામાં દરોડા
સુરત ક્રાઈમ બ્રાન્ચ હેઠળ ચાલતી સાયબર સેલના મિસિંગ સેલ દ્વારા ગઈકાલે વેસુ વીઆઈપી રોડ રઘુવીર બિઝનેસ પાર્ક માં થાયા સ્પા નામની શોપમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મસાજના નામે વિદેશી તથા ભારતીય મહિલાઓ રાખીને ગ્રાહકો પાસેથી રૂપિયા લેવાતા હતા અને ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલત પણ પૂરી પાડવામાં આવતી હતી પોલીસે દરોડા પાડી સ્પા ના માલિકો ભાવેશ અને અનિલ તેમજ સંચાલક જીરાપત નેબકલંગ મેનેજર મુકેશકુમાર તેમજ ગ્રાહકો ચેતન પટેલ વિમલશાહ પૂર્ણ સિંહ રાજપુરોહિત હરેશ કુકડીયા અમિત પટેલની અટકાયત કરી હતી એટલું જ નહીં આ સ્પા માં વિદેશી મહિલાઓ મોકલનાર લમાંઈ ઉર્ફે smiley ચીમ ખોંબુરીની વોન્ટેડ જાહેર કરવામાં આવી છે પોલીસે આ સ્પા માંથી 10600 રૂપિયા રોકડા 9 મોબાઇલ ફોન સહિતની મત્તા કબજે કરી છે
કુલ 41 વ્યક્તિઓની ધરપકડ જેમાં 19 મહિલા
બીજી તરફ ઉમરા પોલીસે પણ સ્પા ની આડમાં ચાલતા કૂટણખાના ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ કરી હતી જુદી જુદી ત્રણ ટીમો બનાવીને ઉમરા પોલીસે ઘોડદોડ રોડ વેસ્ટ field કોમ્પ્લેકસમાં ચાલતું લકી સ્પા શ્રીરામ કોમ્પલેક્ષ માં ચાલતું બુધધાસ થાઈ સ્પા અને પથિક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતું હેપ્પી સ્પા માં દરોડા પાડયા હતા આ ત્રણેય સ્પા માં રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ ૬૮ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઉમરા પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો દાખલ કરી 41 વ્યક્તિઓની જેમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે તે તમામની ધરપકડ કરી છે પોલીસનો કહેવા અનુસાર આ ત્રણેય પોતાના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.