બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / PM Modi's popularity surge remains the same, see News Superfast

ન્યૂઝ અપડેટ / ગુજરાત કોંગ્રેસમાં ગમે તે સમયે ફેરબદલના એંધાણ, PM મોદીની લોકપ્રિયતાનો જલવો યથાવત્, જુઓ સમાચાર સુપરફાસ્ટ

Dinesh

Last Updated: 07:31 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી, વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા હતાં. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય સગીરોના મૃતદેહોને ધોળીધજા ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ત્રણેય સગીરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના તેજસ, શ્રેય અને મહેશ નામના સગીરો અન્ય 2 મિત્રો સાથે ગઈકાલે સાંજે ધોળીધજા ડેમામાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ સગીરો ડેમમાં ન્હાવા માટે કૂદ્યા હતા, જ્યારે બે બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ડેમમાં ન્હાવા પડેલા ત્રણેય સગીરો એકાએક પાણીમાં ડૂબી ગયા હતા. જેથી મોબાઈલમાં ગેમ રમી રહેલા મિત્રો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.જે બાદ પોલીસ અને ફાયરની ટીમ ધોળીધજા ડેમ ખાતે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમમાં સગીરોનો શોધખોળ હાથ ધરાઈ હતી, રાત પડી ગઇ હોવાથી અને ડેમમાં 18 ફૂટ પાણી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન જોખમી હોવાથી પડતું મૂકીને બહાર નિકળી ગયા છે અને વહેલી સવારથી ફરીથી ઓપરેશન શરૂ કર્યું હતું. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઈકાલે બપોરે સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનનું અમિત શાહનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોદી સમાજના 1500 જેટલા લોકો જોડાયા હતા. ત્યારે આ અધિવેશનમાં સામાજિક ઉત્થાન અને રૂઢિચુસ્ત રિવાજ બદલવા અંગે ચર્ચા કરાઈ હતી. આ અધિવેશનમાં યુવાનોનાં અભ્યાસ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ મોદી સમાજ પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું હતું કે પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે. તેમજ પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે. અને પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે. કોઈ વ્યક્તિનું અપમાન થાય તે નાની વાત છે. પરંતું સમાજ અને દેશનાં પ્રધાનમંત્રીનું અપમાન તે દેશનું અપમાન છે. પૂર્ણેશભાઈએ આ લડાઈને પરિણામલક્ષી રીતેથી લડ્યા છે. પૂર્ણેશભાઈએ પોતાની લડાઈમાં જીત પણ મેળવી છે. 

ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી છે. વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું છે. બે યુવતીઓ પૈકી એક યુવતીએ ગળેફાંસો ખાઈને તો એક યુવતીએ નહેરમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડા જિલ્લાના ડાકોરમાં વિધર્મી યુવાનના માનસિક ત્રાસથી કંટાળીને પોલીસ કર્મીની દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, મૂળ મહીસાગર જિલ્લાના કંતાર ગામના રહેવાસી અને હાલ ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બળવતસિંહ બારૈયાની દીકરી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરતી હતી. ગત 12 મેના રોજ કુંટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી રણજીતસિંહ પરિવાર સાથે વતનમાં ગયા હતા. જોકે, તેમની દીકરીને પરીક્ષા હોવાથી તે ઘરે જ રોકાઈ હતી. આ દરમિયાન તેણે ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવો જ બનાવ ખેડા જિલ્લાના કપડવંજમાં બન્યો છે. કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ નહેરમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાત બાદ કપડવંજ રૂરલ પોલીસે આરોપી મોહસીન સૈયદની ધરપકડ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એક અઠવાડિયાથી યુવતીને હેરાન કરતો હતો. તે યુવતીને પ્રેમ-સંબંધ રાખવા માટે સતત ત્રાસ આપતો હતો. 

Policeman's daughter commits suicide due to heathen torture in Dakor

ભાવનગરમાં મોટી દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી હતી, શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાન ધરાશાયી થયા હતા. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી, પ્રાથમિક વિગતો મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.હાઉસિંગ બોર્ડના મકાનો 10 વર્ષ જૂના હતા જે ખૂબ જ જર્જરિત હતા. અવાર નવાર આવી ઘટનાબનતી હોય છે છતાં પણ તંત્ર દ્વારા નક્કોર કાર્યવાહી ન કરતું હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે તેમને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવી જ ઘટના ઘટી હતી.

મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનું જણાવીને અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદો નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે. કિરણ પટેલની ધરપકડ બાદ મહાઠગના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે. ત્યારે કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે હવે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. બે દિવસ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ કિરણ પટેલના એક સાથે 12 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. મહાઠગ કિરણ પટેલના સાગરિતો પર EDએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદનાં આધારે ED કાર્યવાહી કરી રહી છે. ઈડીની ટીમ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ કિરણ પટેલનાં સાથી જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન અમુક સ્થળેથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. તપાસમાં જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી આવી હતી.

ED probes 12 locations of thug Kiran Patel

ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી બદલવા જઈ રહ્યું છે. હાઈકમાન્ડ ગમે તે ઘડીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલાવશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે. કર્ણાટક કોંગ્રેસની સરકાર બન્યા બાદ હવે કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે. OBC નેતા વિપક્ષ બનતા કોંગ્રેસ હાઇકમાન્ડ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.  સિનિયરને પ્રમુખ પદની જવાબદારી અપાઈ તો અર્જુન મોઢવાડીયા અથવા શક્તિસિંહ ગોહિલ પણ પ્રમુખ બની શકે છે. 

Congress high command in action after forming government in Karnataka

ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોચનું સ્થાન મળ્યું છે. અમેરિકા સ્થિતિ કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન છઠ્ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે છે. આ વખતે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ચોથું સ્થાન મળ્યું છે. તેમને 53 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તો ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. આ વખતે પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

g7 sumit pm narendra modi most popular leader watch global leader approval ratings

ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહએ રવિવારે એક ફેસબુક ઘોષણા કરતા જણાવ્યું છે કે, હું નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અથવા લાઈવ ડિડેક્ટ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પરંતુ મારી શર્ત એટલી છે તે, મારી સાથે વિનેશ ફોગાટ અને અને બજરંગ પૂનિયાનો પણ આ ટેસ્ટ થવો જોઈએ.તેમણે કહ્યું કે, બંન્ને કુશ્તીબાજો આ ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોય તો પ્રેસ બોલાવી જાહેરાત કરે અને હું વચન આપું છું કે, હું તૈયાર છું અને હું મારા વચન પર કાયમ અડગ છું તે બાબતે દેશના લોકો સાથે વાદો કરૂ છું. રઘુકુળ રીતિ સદા ચલી આય પ્રાણ જાય પણ વચન ન જાય. તેમણે વધુમા ઉમેર્યું કે, હું પોતે વિચાર કરૂ છું કે, જે બાળકો માટે મેં સર્વસ્વ આપી દીધું તે જ બાળકો આજે રાજનીતિના રમકડા બની ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેને લઈને હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી નહી પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે કરવું જોઈએ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધતા ટ્વિટ કરીને લખ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ.બીજી તરફ આરજેડીના નેતા મનોજ ઝાએ આગ્રહ કર્યો કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્પતિ એ કેમ ન કરવું જોઈએ? તો  AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે PM કારોબારીના વડા છે, વિધાનસભાના નહીં. ત્યારે આવી સ્થિતિમાં લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે આ પ્રજાના રૂપીએ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન એવું કેમ દેખાડી રહ્યા છે કે તેમના મિત્રોએ સ્પોન્સર કર્યું છે. આવી સ્થિતિ વચ્ચે સીપીઆઈ નેતા ડી રાજાએ કહ્યું કે મોદી ખાલી પોતાનો ચહેરો જ ચમકાવી રહ્યા છે.

બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે 'અમને વિધાનસભા ચૂંટણીમાં 135+ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી, મારા કે સિદ્ધારમૈયાના ઘરે આવો નહીં. અમારું આગામી લક્ષ્ય લોકસભાની ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે શિવકુમારના નેતૃત્વ હેઠળ પાર્ટીએ 10 મેની ચૂંટણીમાં 224 સભ્યોની વિધાનસભામાં 135 બેઠકો જીતી એક મહાન જીત મેળવી હતી. આ જીતનો શ્રેય મોટાભાગે શિવકુમારને આપવામાં આવી રહ્યો છે.અગાઉ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે બેંગલુરુમાં કેપીસીસી કાર્યાલયમાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પીએમ મોદી આતંકવાદની વાત કરે છે, ભાજપમાંથી કોઈએ આતંકવાદને કારણે જીવ ગુમાવ્યો નથી. ભાજપ કહેતી રહે છે કે અમે આતંકવાદને સમર્થન આપીએ છીએ પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા કોંગ્રેસના ઘણા નેતાઓ આતંકવાદી હુમલામાં માર્યા ગયા.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ સમયે આઈપીએલ રમવામાં વ્યસ્ત છે પણ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ તેના છેલ્લા તબક્કામાં છે. IPL ક્વોલિફાયર અને એલિમિનેટર રમ્યા બાદ ચાહકોને ચેમ્પિયન ટીમ મળશે. આ પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી રમાશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ઈંગ્લેન્ડના ઓવલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ 11 જૂને સમાપ્ત થશે. આ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં 3 મેચની વનડે સિરીઝ રમશે. જેમાં ટીમના બે મુખ્ય ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા ભાગ નહીં લે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ શિડ્યુલ.WTC ફાઈનલ બાદ ભારતીય ટીમ જૂનમાં જ અફઘાનિસ્તાન સાથે ODI સિરીઝ રમવાની યોજના બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સીરિઝ માટે તૈયાર છે, તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાશે તેને ધ્યાનમાં રાખીને સીરિઝ નક્કી કરવામાં આવી છે.

After IPL, Team India will play ODI series with this country in June, Rohit-Kohli will be out of the team!

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ રવિવારે જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) ના એક સભ્યની જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્ર કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનઆઇએ અને ભારતીય એજન્સીઓ પાકિસ્તાનની આ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.એનઆઇએની તપાસ અનુસાર કુપવાડા જિલ્લાનો મોહમ્મદ ઉબેદ મલિક નામનો આરોપી પાકિસ્તાનમાં બેઠેલા જૈશ કમાન્ડર સાથે સતત સંપર્કમાં હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ગુપ્ત જાણકારીઓ, ખાસ કરીને સૈનિકો અને સુરક્ષાદળોની હિલચાલને પાક સ્થિત કમાન્ડરને આપી રહ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ