બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi's focus on Saurashtra months before the election, 4 meetings again today

મતદારોનો મિજાજ / ચૂંટણીના મહિનાઓ પહેલાથી જ PM મોદીનું સૌરાષ્ટ્ર પર ફોકસ, આજે ફરી ચાર સભા; 48 બેઠકો છે સત્તાની ચાવી

Priyakant

Last Updated: 09:33 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી વડાપ્રધાન 3 દિવસના ગુજરાત પ્રવાસે, રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર બને પણ સૌરાષ્ટ્રની 48 બેઠકોના પરિણામોની ભૂમિકા મહત્વની બની રહેશે

  • PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર, આજથી વડાપ્રધાન 3 દિવસના ગુજરાત પ્રવાસે
  • આજે PM મોદી સૌરાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર
  • વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાને કરશે સંબોધન
  • 21 નવેમ્બરે PM મોદી સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં જનસભાને કરશે સંબોધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં લાગેલા છે. રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે, તેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકોના પરિણામોની ભૂમિકા મહત્વની બની રહેશે. આ તરફ વિધાનસભાની ચૂંટણીને લઈ આજે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વેરાવળ, ધોરાજીમાં PM મોદી ચૂંટણી સભા કરશે. આ સાથે અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધન કરશે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો આ વિસ્તારમાંથી આવે છે, જ્યાં પાટીદારો અને અન્ય પછાત વર્ગો (OBC)ની નોંધપાત્ર વસ્તી છે.

PM મોદીના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પ્રચારની શરૂઆતનું પોતાનું આગવું મહત્વ છે. આ વખતે ભાજપ કોઈપણ સંજોગોમાં આ વિસ્તારમાં પોતાનું પ્રદર્શન સુધારવા માંગે છે. સૌરાષ્ટ્રમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો છે. કોઈપણ પક્ષ માટે આ પ્રદેશમાં 48 બેઠકો સરકાર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તરફ વિધાનસભાની ચૂંટણીને લઈ આજે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વેરાવળ, ધોરાજીમાં PM મોદી ચૂંટણી સભા કરશે. આ સાથે અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધન કરશે. મહત્વનું છે કે, 21 નવેમ્બરે PM મોદી સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધન કરશે. 

સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે- સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આમાંથી ત્રણ જિલ્લાઓ-  મોરબી, ગીર સોમનાથ અને અમરેલીમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી હતી. રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે, ગુજરાતમાં બે દાયકા કરતા વધુ સમયથી સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે કે તે રાજ્યમાં ખોવાયેલું તેનું સ્થાન પાછું મેળવવા માટે સૌરાષ્ટ્રમાં તેના 2017ના પ્રદર્શનનું પુનરાવર્તન કરે અથવા તેના કરતા પણ સારું પ્રદર્શન કરે. 

2017માં સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપને 18 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પરાસ્ત કરવા ભાજપે આ વર્ષે ખાસ રણનીતિ બનાવી છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક રહેશે. કારણ કે આ વર્ષે ભાજપ ચૂંટણી જીતવા કોઇ કસર છોડવા નથી માંગતા. 2017માં સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપને 18 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. ભાજપને શહેરી તેમજ કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ બેઠકો મળી હતી.

2017માં ભાજપને અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લાની એક પણ બેઠક ન હોતી મળી

2017માં ભાજપને અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક ન હોતી મળી. જેમાં વાત કરીએ જૂનાગઢ જીલ્લાની 5 બેઠકોમાંથી કોંગ્રેસને 4 તેમજ ભાજપને ફક્ત એક જ બેઠક મળી હતી. પોરબંદર અને બોટાદ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસને એક-એક બેઠક મળી હતી. જ્યારે રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપ અને બે બેઠકો કોંગ્રેસને ફાળે આવી હતી. ભાવનગરની 7 બેઠકોમાંથી 6 બેઠકો ભાજપ અને એક બેઠક કોંગ્રેસને ફાળે આવી હતી.

સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર પાટીદાર અને કોળી મતદારોનો દબદબો

સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર પાટીદાર અને કોળી મતદારોનો દબદબો રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો પર લેઉવા પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહેલું છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ રહ્યાં છે. પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેર જ્ઞાતિના લોકોનું વર્ચસ્વ રહેલું છે.

સૌરાષ્ટ્રમાં BJPએ નવા ચહેરાઓને આપી છે તક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં BJPએ સૌરાષ્ટ્રમાં નવા ચહેરાઓને તક આપી છે. 10 નવેમ્બરે ભાજપે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદી મુજબ, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના આ ધારાસભ્યોમાંથી મોટાભાગનાને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વરિષ્ઠ નેતા આર.સી. ફળદુ સહિત પોતાના લગભગ એક ડઝન વર્તમાન ધારાસભ્યોને બીજી તક આપવાનો ઇનકાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.
 
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ વખતે ભાજપ આ વિસ્તારમાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, "સુધારાની વાત છોડો, આ વખતે કોંગ્રેસ માટે અગાઉના આંકડા જાળવી રાખવાનું અશક્ય છે. 2017માં તેમણે પાટીદાર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને પ્રદેશમાં વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યા.  2017માં કોંગ્રેસે પ્રદેશમાં બહુમતી બેઠકો જીતી હતી અને પક્ષના ઘણા લોકો માને છે કે ,તે પાટીદાર આંદોલન હતું જેણે કોંગ્રેસને ભાજપને સખત લડત આપવામાં મદદ કરી હતી. ભાજપને આશા છે કે, આ વખતે તેની સંખ્યા સુધરશે અને 127 બેઠકોનો પોતાનો જ રેકોર્ડ તોડશે.

બીજેપી નેતાનું માનવું છે કે, પહેલીવાર ગુજરાતની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી આ પ્રદેશમાં મતોનું વિભાજન કરીને કોંગ્રેસની રમત બગાડી શકે છે. જો કે AAP પણ અહીં એકપણ સીટ જીતી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને ગુજરાતમાં પોતાનો સીએમ ચહેરો બનાવ્યો છે. ઇસુદાન તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી ચૂંટણી લડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ