Team VTV11:35 AM, 04 Jan 21
| Updated: 11:53 AM, 04 Jan 21
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ સંબોધનમાં કોરોના વેક્સીનને લઇને નવા વર્ષમાં 2-2 વેક્સીનને મંજૂરી મળી, મને દેશના વૈજ્ઞાનિકો પર ગર્વ છે.
કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું નિવેદન
નવા વર્ષમાં 2-2 કરોના વેક્સિનને મંજૂરી મળી
વેક્સિનેશનનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે
PM મોદીએ નેશનલ અટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય રાષ્ટ્રને સમર્પિત કર્યું અને નેશનલ એનવાયરનમેંટલ સ્ટાન્ડર્ડર્સ લેબોરેટરીની આધારશિલા રાખી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યાં.
We have to ensure that there is not only global demand but also global acceptance of 'Make in India' products. We have to strengthen brand India on the basis of quality and credibility: PM Modi during the inaugural address at National Metrology Conclave, via video conferencing pic.twitter.com/MsjBJu9TH5
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કહ્યું કે કોરોના વેક્સીનો મોટો કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. નવા વર્ષામાં ભારતમાં બે કોરોના વેક્સીનની મંજૂરી મળીછે.
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં સર્વિસેઝની ક્વોલોટી હોય, પછી સરકારી સેકટર હોય કે ખાનગી. પ્રોડેક્ટની ક્વોલીટી હોવી જોઇએ તે પછી સરકારી હોય કે ખાનગી. આપણી ક્વોલીટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટની તાકાત કેટલી વધે.
ભારતમાં દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સીન કાર્યક્રમ શરૂ થશે
સમયની સાથે તમારી પરિવર્તનમાં એક ભૂમિકા રહી છે. ભારત 2022માં પોતાની આઝાદીના 75 વર્ષ અને 2047માં 100 વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યું છે. ભારતમાં દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સીન કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે. જેના માટે દેશને પોતાના વૈજ્ઞાનિકોના યોગદાન પર ગૌરવ છે.
CSIRના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓ સાથે કરવી જોઇએ વાતચીત
CSIRના વૈજ્ઞાનિકોએ દેશના શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી જોઇએ અને આવનારી પેઢીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવો જોઇએ. જેનાથી યુવા વૈજ્ઞાનિકોને આવનારી પેઢીને વિકસીત કરવામાં મદદ મળશે.
દેશના વૈજ્ઞાનિકોના યોગદાન પર ગર્વ
પીએમ મોદીએ કહ્યું નવુ વર્ષ મોટી ઉપલબ્ધિને લઇને આવ્યું છે. દેશને વૈજ્ઞાનિકોના યોગદાન પર ગર્વ છે. બે મેડ ઇન ઇંડિયા વેક્સીનને મંજૂરી મળી છે. નવો દશકામાં આ શુભારંભ દેશને ગૌરવ આપનારું છે.
આપણે ભારતીય ઉત્પાદનો માટે લોકોનું દિલ જીતવુ છે
આપણે દુનિયાને ભારતીય ઉત્પાદનોથી ભરવા નથી ઇચ્છતા, પરંતુ આપણે દુનિયાના દરેક ખૂણામાં ભારતીય ઉત્પાદનો માટે દરેક ગ્રાહકનું દિલ જીતવું જોઇએ. આપણો દેશ અને ઉત્પાદનો, સાર્વજનિક હોય કે ખાનગી ક્ષેત્ર, બંનેમાં સેવાઓની ગુણવત્તા દુનિયામાં ભારતની તાકતનું નિર્ધારણ નક્કી કરશે. સરખામણી અને ગણનાની સાથે કોઇ શોધ પુરી થઇ નથી. આપણે પોતાની ઉપલબ્ધિઓની ગણના કરવાની આવશ્યકતા છે.