નવતર /
ગુજરાતમાં રચાશે ઈતિહાસ: દેશમાં પ્રથમ વખત વિધાનસભા ચલાવશે 182 વિદ્યાર્થીઓ, જાણો અનોખું આયોજન
Team VTV04:35 PM, 24 May 22
| Updated: 04:45 PM, 24 May 22
ગુજરાત વિધાનસભામાં અનોખો પ્રયોગ થશે , દેશમાં પહેલી વાર ગુજરાત વિધાનસભામાં વિદ્યાર્થી વિધાનસભા ચલાવશે
ગુજરાતના 182 વિદ્યાર્થી બનશે ઘારાસભ્યો
એક દિવસીય વિદ્યાર્થી વિધાનસભા સત્રનું આયોજન
17 અને 18 વર્ષના વિદ્યાર્થી બનશે લાભાર્થી
ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમા આચાર્યના નેજા હેઠળ વિધાનસભામાં ઐતિહાસિક ઘડીનું એલાન થયું છે. ગાંધીનગરમાં વિધાનસભાનું એકનું સત્ર મળશે જેમાં એક અલગ જ પ્રયોગ કરવામા આવ્યો છે. ગુજરાત વિધાસનભા 182 સભ્યોની બનેલી છે તે જ રીતે હવે ગુજરાતના 182 વિદ્યાર્થીઓ એક દિવસના ધારાસભ્યો બનશે. આપને એ પણ જણાવી દઈએ કે આ માટે 17થી 18 વર્ષના વિધાર્થીઓ લાભ આપવામાં આવશે.
જુલાઈના પહેલા અઠવાડિયામાં યોજાશે વિદ્યાથી વિધાનસભા
આ યુનિક આઈડિયાના આયોજનની જવાબદારી સ્કૂલ,પોસ્ટ,એનજીઓને સોંપવામાં આવી છે. આ સિવાય વિધાનસભા સત્રમાં અંદાજે 182 વિદ્યાર્થીઑ સિવાય અન્ય 400 લોકોને પણ આમંત્રણ આપવમાં આવ્યું છે.આ સમગ્ર વિષય અને વિધાનસભામાં થતી કામગીરી અંગે વિદ્યાથીઑને માહિતગાર કરવામાં આવશે. આ વિદ્યાથી વિધાનસભા એક દિવસ રચવા માટે અધ્યક્ષ નિમા આચાર્યએ મંજૂરી પણ આપી દીધી છે.જુલાઇના પ્રથમ સપ્તાહમાં વિદ્યાથી વિધાનસભા બેસશે.
વિધાનસભા અંગે માહીતી આપવા કરાશે આયોજન
યુવા વર્ગને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ખાતે આ અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.જો સમગ્ર આયોજનની વિગતે વાત કરીએ તો સામાન્ય વિધાનસભાની કાર્યવાહી જેવી જ વિદ્યાર્થીની વિધાનસભા હશે. મુખ્યમંત્રી અને અધ્યક્ષ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી જ હશે. વિરોધ પક્ષના નેતા, દંડકની જવાબદારી પણ વિદ્યાર્થી અદા કરશે. દરેક મંત્રીના પ્રશ્નો અને કાર્ય પ્રણાલીની ચર્ચા પણ વિદ્યાર્થી જ કરશે. વિધાનસભામાં પ્રશ્નોતરી અને સાંપ્રત મુદ્દાની ચર્ચા પણ વિદ્યાર્થી જ કરશે. વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં 400 માણસો જોડાશે. 182 ધારાસભ્ય વિદ્યાર્થી જ બનશે.
બેઠકો કરી સમગ્ર કાર્યક્રમને અપાઈ ચૂક્યો છે આખરી ઓપ
વિધાનસભા અધ્યક્ષ નિમા આચાર્યએ અનોખા આયોજન વિશે માહિતગાર કરતાં કહ્યું કે 182 વિદ્યાર્થીઓ જે ધોરણ 11 અને 12માં અભ્યાસ લઈ રહ્યા છે તેમની માટે યુવા સાંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજનને લઈ બેઠકો પૂર્ણ કરવામા આવી છે. અસલ વિધાનસભા સત્ર જેવુ જ સત્ર બોલાવવામાં આવશે અને વિદ્યાથી વિધાનસભા તે રીતે હૂબહૂ કામ કરશે.
ગરવી ગુજરાતનું વિધાનસભામાં આગવું સ્થાન
આપને એ પણ જણાવી દઈએ કે પેપરલેસ બજેટ રજૂ કરવાની જાહેરાત હોય કે વિધાનસભાની તમામ કામગીરી ઑનલાઇન કરવાની વાત હોય તમામ રીતે ગુજરાત અવનવા આઈડિયા અને તેણે લાગુ કરવામાં પ્રથમ હરોળમાં રહ્યું છે. દેશના ઈતિહાસમાં પહેલી વાર વિદ્યાથી વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી યુવા સાંસદમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓ પણ આગામી સમયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમ યુવાનોને આકર્ષિત કરી આડકતરી રીતે ફાયદો સીધો જ ભાજપને થશે તેવુ પણ લાગી રહ્યું છે.