બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2023 donate these 3 things to please ancestors during shradha

જ્યોતિષ શાસ્ત્ર / પિતૃપક્ષમાં આ 4 ચીજોનું દાન મનાય છે શુભ, પૂર્વજ થશે અતિ પ્રસન્ન, મળશે પિતૃદોષથી મુક્તિ

Manisha Jogi

Last Updated: 07:46 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃઓના આશીર્વાદથી પરિવાર સુખી રહે છે, પિતૃ નારાજ થાય તો અનેક પેઢીઓએ પિતૃદોષ ઝેલવો પડી શકે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુનું દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

  • હિંદુ ધર્મમાં પિતૃપક્ષને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે
  • પિતૃ નારાજ થાય તો અનેક પેઢીઓએ પિતૃદોષ ઝેલવો પડી શકે છે
  • પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુનું દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે

હિંદુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, પિતૃપક્ષ દરમિયાન પિતૃ 15 દિવસ સુધી પૃથ્વી પર આવે છે અને પરિવારજનોને આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી પરિવાર સુખી રહે છે, પિતૃ નારાજ થાય તો અનેક પેઢીઓએ પિતૃદોષ ઝેલવો પડી શકે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુનું દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરો

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવું જોઈએ. આ પ્રકારે કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
  • પિતૃપક્ષ દરમિયાન કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધોતિયું અને ઝભ્ભાનું દાન કરવું જોઈએ. ચપ્પલનું પણ દાન કરી શકાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી પિતૃદોષ તથા રાહુ-કેતુ દોષથી પણ રાહત મળે છે.
  • પિતૃપક્ષ દરમિયાન ગાયના દાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે, ગાયનું દાન કરવાથી સમગ્ર પરિવારજનોના પાપનો નાશ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
  • પિતૃપક્ષમાં પૂજા દરમિયાન વિશેષરૂપે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ પ્રકારે કરવાથી અનેક પ્રકારના દોષથી મુક્તિ મળે છે અને શનિદેવની અપાર કૃપા રહે છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ