ફિલિપાઈન્સમાં જ્વાળામુખી ફાટ્યા બાદ હજારો લોકોને સમગ્ર વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. વિસ્ફોટ બાદ ગેસ, રાખ અને કાટમાળ ચારે બાજુ ફેલાઈ ગયો હતો.
ફિલિપાઈન્સમાં જ્વાળામુખી ફાટ્યો
સ્થાનિકો જીવ બચાવવા ભાગ્યા
દૂર દૂર સુધી ઉડી રાખ
ફિલિપાઈન્સના તાલ જ્વાળામુખી(Taal Volcano) માંથી રાખના મોટા વાદળો ઉછળવા લાગ્યા છે, જેના કારણે રાજધાની મનીલા નજીકના ઘણા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (ફિવોલ્ક્સ) એ જણાવ્યું હતું કે જ્વાળામુખીમાંથી નીકળતા ધુમાડા અને રાખના વાદળ આકાશમાં 1,500 મીટર એટલે ક 1.5 કિલોમીટર સુધી વધતા જોવા મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ગેસ, રાખ અને કાટમાળના ગરમ, ઝડપથી વહેતા લાવાના પ્રવાહને કારણે લોકોને સ્થળાંતર કરવું આવશ્યક છે.
ફિવોલ્ક્સે કહ્યું કે જો જ્વાળામુખી વધુ ફાટી નીકળે તો તે સુનામીનું કારણ બની શકે છે. ફિવોલ્ક્સ દ્વારા ત્રણ સ્તરની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેનો અર્થ છે કે વધુ વિસ્ફોટ થવાની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'તાલ જ્વાળામુખી અંગે લેવલ થ્રી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તાલ જ્વાળામુખી દ્વીપમાં બિલીબિનવાંગ અને બાન્યાગા અને બટાંગાસના એગોન્સિલો શહેરને ખાલી કરાવવું જોઈએ. તાલ સરોવર પર તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને એરક્રાફ્ટને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
તાલ જ્વાળામુખી એ ફિલિપાઈન્સમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે
તાલ તળાવ તાલા જ્વાળામુખીની ટોચ પર બનેલ છે. આ સરોવરમાં ચારેય તરફ લોકો રહે છે, પરંતુ જ્વાળામુખી ફાટ્યા બાદ તેમને ઘર છોડવાની ફરજ પડી છે. અહીં રહેતા લોકોને ત્રણ વર્ષમાં ત્રીજી વખત ઘર છોડવાની ફરજ પડી છે. તાલ જ્વાળામુખી એ ફિલિપાઈન્સમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. અહીં રહેતી એક મહિલાએ જણાવ્યું કે જ્વાળામુખી ફાટ્યા બાદ કાદવ વરસી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ માટીમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, અહીં 12 હજાર લોકો રહે છે.
જ્વાળામુખી વિસ્ફોટ રીંગ ઓફ ફાયરને કારણે થાય છે
લોકોને વધુ જોખમવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉડ્ડયન અધિકારીઓએ એરલાઇન્સ અને પાઇલટ્સને જ્વાળામુખીની રાખથી બચવા ચેતવણી આપી છે. ફિલિપાઈન્સને અવારનવાર જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપનો ભોગ બનવું પડે છે, કારણ કે તે પેસિફિક મહાસાગરના 'રિંગ ઑફ ફાયર' નજીક આવેલું છે. મોટાભાગના સક્રિય જ્વાળામુખી અને ધરતીકંપ રીંગ ઓફ ફાયરની નજીક નોંધાયા છે.