બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / વડોદરા / Petlad Municipality receives revenue from waste

પહેલ / ગુજરાતની પ્રથમ નગર પાલિકા જે કચરામાંથી કરે છે આવક

Kavan

Last Updated: 05:39 PM, 20 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યના આણંદ જીલ્લાની એક નાની નગર પાલીકાએ સમગ્ર દેશમાં પોતાની આગવી છબી ઉભી કરી છે. મેટ્રો સીટી હોય કે નાના ગામડાઓ પરંતુ સ્વચ્છતાને સંપુર્ણ પણે અનુસરવામાં લોકો જાણીને કે અજાણતા ઢીલ કરતા હોય છે. પરંતુ પેટલાદ નગર પાલીકાએ પોતાના શહેરને સમગ્ર રીતે કચરા મુક્ત બનાવ્યુ છે. એટલુ જ નહીં તેનો નિકાલ કરી આવક પણ ઉભી કરી છે.

  • ગુજરાતની અનોખી નગર પાલિકા 
  • કચરામાંથી કરે છે આવક
  • ચીફ ઓફિસરની મહેનત રંગ લાવી 

આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકા એ સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવ્યું છે. ૫૫ હજારની વસ્તી ધરાવતી નાની નગરપાલિકાએ ઘણું મોટુ કાર્ય કર્યુ છે. એક સમય એવો હતો જ્યારે પેટલાદ શહેરમાં ચોમેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા. કચરા માટે રાખેલા કન્ટેનર ભરાઇ જતા અને કચરો ગમે ત્યાં પડ્યો રહેતો. નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની યોજના
હોવા છતા પણ કચરોનો નિકાલ અન્ય શહેરની જેમ જ પેટલાદ શહેર માટે પણ જટિલ સમસ્યા હતી. પણ હવે આ વાત ભૂતકાળ બની ગઇ છે. 

ચીફ ઓફિસર હિરલ ઠાકરે ઉઠાવી જહેમત

કારણ કે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ભારે જહેમત ઉઠાવીને પોતાના દઢ નિશ્ચય સાથે આ સમસ્યાનું સમાધાન શોધ્યુ. એટલુ જ નહીં નાના શહેરની આ નગરપાલિકા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓ માટે અને સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે. તેમણે સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરીને આજે પેટલાદને સ્વચ્છ અભિયાનરૂપે સાર્થક કરી બતાવ્યું છે. એટલુ જ નહીં
કચરાનો નિકાલ તો કરવામાં આવ્યો જ પરંતુ તે માટે જે રીત અપનાવવામાં આવી તેના દ્ધારા નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત્ર પણ ઉભો થયો.

પ્લાન્ટમાં થાય છે કામગીરી

સમગ્ર શહેરમાંથી ડોરટૂ ડોર ફરીને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ભીનો અને સુકો કચરો અલગથી લેવામાં આવે છે. આ કચરો પાલિકા દ્ધારા ઉભા કરાયેલા પ્લાન્ટ ખાતે લઇ જવામાં આવે છે. જ્યાં ભીનો કચરો મશીનમાં નાંખીને તેમાંથી ખાતર બનાવાય છે. એટલુ જ નહીં સુકવીને તૈયાર થયેલુ આ આર્ગોનીક ખાતર વેપારીઓને વેચવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિકના કચરામાંથી ક્રુડ ઓઇલ બનાવવા માટેનો પ્લાન્ટ પણ અહીં બનાવવામાં આવ્યો છે.

રાજ્યની પ્રથમ પાલિકા

પેટલાદ નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં એવી પહેલી નગરપાલિકા છે જે સેગ્રીકેશન એસ્કુઝ એટલે કે સ્થળ ઉપર જ કચરાનું વર્ગીકરણ કરી અલગ-અલગ કચરો લાવે છે. ભીના કચરામાંથી ખાતર બનાવે છે જ્યારે સુકા કચરામાંથી જે પ્લાસ્ટિક છે તે વેસ્ટમાંથી ઓઇલ બનાવવામાં આવે છે જે પ્રેટો ઓલ્ટેનેટ ફ્લ્યુ તરીકે જાણીતુ છે જે ડીઝલના જેવી ક્વોલીટી ધરાવે છે.
રસ્તા પર સીએનડી વેસ્ટ કચરો જોવા મળે તો આકરા દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. સુકા કચરામાંથી નિકળતા પ્લાસ્ટિકના ઝભલા તેમજ રદ્દી પ્લાસ્ટીકના નિકાલ માટે અને વેસ્ટ ટુ એનર્જી માટે પેટલાદમાં પાલિકાની માલિકી ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક મશીનરી લગાવીને પાંચસો કીલો પ્લાસ્ટિકની ક્ષમતા ધરાવતુ પ્લાસ્ટિક પાયોરીટી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

કચરામાંથી થાય છે આવક

આ ઇંધણથી નગરપાલિકાને દિવસના ૩૫૦૦થી ૭૦૦૦ રૂપીયા સુધીની બચત થાય છે. આજ રીતે શહેરમાંથી દરોજ નિકળતા પંદર ટન કચરાને પ્લાન્ટમાં પ્રોસેસીંગ કરી બનાવવામાં આવતા ખાતરમાંથી પાલીકાને વર્ષે ૭૫ લાખ જેટલી આવક થશે.

શુ કહે છે ચીફ ઓફીસર

આ વીશે વાત કરતા નગરપાલિકાના ચીફ ઓફીસર હીરલ ઠાકર કહે છે, “આ કાર્ય મારી પાલિકીની ટીમના સહયોગ વગર અધરૂ કહી શકાય. મારા દરેક કામમાં તેમનો પુર્ણ સહયોગ મળ્યો છે. પ્લાન્ટમાં કુલ ૨૧ લોકો કામ કરે છે. દરેક કામ અમે જાતે જ કરીએ છીએ કોઇ પણ એજન્સીને સોપવામાં નથી આવ્યુ. સમગ્ર પેટલાદમાં કોઇ પણ જગ્યાએ ડસ્ટબીન રાખવામાં નથી આવ્યા. જે જગ્યા પર પહેલા કચરાના ઢગ રહેતા હતા હાલમાં તે જગ્યાએ સુવાક્ય લખી સુંદર રીતે મોડીફાઇડ કરવામાં આવી છે જેના કારણે શહેરીજનો પણ ઉત્સાહમાં છે. 

પ્લાન્ટની વાત કરૂ તો કચરાની સાઇટ છે ત્યાંથી નિકળતા મોઢા પર રૂમાલ રાખવો પડે તેવી માન્યતાને અમે તોડી પાડી છે. આશરે પોણા બે કિલોમીટરની વાડ ધરાવતા પ્લાન્ટની ફરતે અમે અનેક ઝાડની રોપણી કરી છે. ઉપરાંત પ્લાન્ટમાં પણ સુંદર ફુલ, છોડ, વેલનું વાવેતર કરવામાં આવ્યુ છે. પેટલાદ શહેરમાંથી કચરાના નિરાકરણ સાથે શહેરમાં ચોતરફ સ્વચ્છતા રહે અને સાથે જ લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેવા અમારા સતત પ્રયત્ન છે.”

સેનેટરી પેડ- ડાયપર ઉધરાવતી પ્રથમ ઇ-રીક્ષા

મહિલાઓના ઉપયોગમાં લેવામાં આવતા સેનીટર પેડ અને બાળકોના ઉપયોગમાં લેવાતા ડાયપરના નાશ માટે ઇન્સીનેટર મશીનની વ્યવસ્થા કરી છે. મહત્વની વાત એ છે કે આ રીતે સેનેટરી પેડના નાશ માટે આજ સુધીમાં શરૂઆત થઇ નથી. સેનેટરી પેડને ઘરે-ઘરે ફરીને ઉઘરાવવામાં આવે છે જેની માટે પાલિકા દ્ધારા પીળા રંગની ઇ-રીક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક દંપત્તીને રોજગારી આપવામાં આવી છે. 

નગરપાલિકા દ્ધારા આ માટે એક ફોન નંબરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની પર શહેરની કોઇ પણ મહિલા કોલ કરે એટલે ઇ-રિક્ષા ઘરે આવીને પેડ લઇ જાય. સેનેટરી પેડ લેવા માટે ગયેલા દંપત્તી એક રજીસ્ટરમાં ફોન કરનારની સહી પણ કરાવે છે. આ પહેલ કરનારી પણ પેટલાદ નગરપાલિકા પ્રથમ છે.

- હેતલ રાવ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ